આપણા દેશના લોકો માને છે કે સારી લાઈફસ્ટાઈલ માટે વિદેશમાં જઈને વસી જવું, સર્વેમાં પણ સામે આવ્યું છે કે ભારતીય લોકો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે અને વિદેશ જઈ રહ્યા છે, પછી તે લાઈફ સ્ટાઈલ માટે હોય કે પછી શિક્ષણ, ભારતીય લોકો સૌથી વધારે અમેરિકા (America) જવાની ઈચ્છા ધરાવે છે. અમેરિકાને લઈને ચોંકાવનારી બાબત સામે આવી છે, જે સાંભળીને તમે દંગ રહી જશો. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર અમેરિકન્સ પોતાનો શક્તિશાળી દેશ છોડીને જઈ રહ્યા છે. જી, હા અમેરિકન લોકો યુરોપને પસંદ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં યુરોપ શિફ્ટ થઈ રહ્યા છે.
એક સારી લાઈફસ્ટાઈલ માટે જીવન જરુરિયાતની વસ્તુઓ સસ્તી હોવી જરુરી છે, પરંતુ અમેરિકામાં કોસ્ટ ઓફ લિવીંગ ખૂબ મોંઘી થઈ રહી છે. અમેરિકન સફેદ અને કાળા રંગના ભેદભાવથી પરેશાન છે. શ્વેત-અશ્નેતના જંગથી દુખી છે. અમેરિકાના યુવાનો માટે નોકરીની સારી તક નથી. અમેરિકામાં ફૂગાવો ખૂબ વધી ગયો છે, જેથી મોંઘવારી વધી રહી છે. અમેરિકામાં ઘર લેવું તે ફક્ત સપનું જ છે, જો ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ તો અમેરિકામાં 3 કરોડથી ઘર મળવાની શરુઆત થાય છે.
અમેરિકામાં સ્વાસ્થ્ય સુવિધાઓ પણ મોંઘી છે. અમેરિકામાં સૌથી વધારે લોકો ગન ક્લચરથી પરેશાન છે, ગન કલ્ચરના કારણે હત્યા જેવા બનાવ અને ક્રાઈમ વધી રહ્યા છે. જેથી લોકો અમેરિકા છોડીને અન્ય દેશો તરફ વળી રહ્યા છે.
યુરોપની લાઈફ સ્ટાઈલ અમેરિકા કરતા ઘણી સારી છે. યુરોપીયન દેશોમાં ક્રાઈમ રેટ ઓછો છે. યુરોપમાં જીવન જરૂરિયાતની વસ્તુ પણ ખૂબ સસ્તી છે. ઘરના ઘર જેવા સપના સાકાર કરવા હોય તો યુરોપમાં ખૂબ સસ્તામાં ઘર મળી રહ્યા છે. ડોલરના મુકાબલે યુરો ખૂબ નબળો છે, જેથી વસ્તુઓ સસ્તી મળે છે. યુરોપની સરકાર સ્વાસ્થ્ય જેવા ખર્ચાઓ પણ ઉપાડે છે, જેથી મધ્યમ લોકોને પરેશાની નથી થતી. યુરોપમાં ક્રાઈમ રેટ ઓછો હોવાના કારણે ત્યાં લોકો શાંતિ અનુભવે છે.