1 એપ્રિલના દિવસે લોકોને મૂર્ખ બનાવતા અને પોતે મૂર્ખ બનતા પહેલા જાણી લો શા માટે મનાવવામાં આવે છે એપ્રિલ ફૂલ, જાણો 1 એપ્રિલના દિવસે થયેલા મૂર્ખતાના રસપ્રદ કિસ્સાઓ

|

Mar 31, 2019 | 12:56 PM

1 એપ્રિલેના દિવસે એપ્રિલ ફુલ દિવસ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં આ દિવસને મૂર્ખ દિવસ કહેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના મિત્રો અને પ્રિયજનોને મૂર્ખ બનાવી આનંદ વ્યક્ત કરે છે.   પરંતુ શું આપને ખબર છે કે એપ્રિલ ફુલ દિવસ કેમ મનાવવામાં આવે છે. નથી જાણતા તો હવે જાણો કે એપ્રિલ ફુલ દિવસ મનાવવાની શરૂઆત […]

1 એપ્રિલના દિવસે લોકોને મૂર્ખ બનાવતા અને પોતે મૂર્ખ બનતા પહેલા જાણી લો શા માટે મનાવવામાં આવે છે એપ્રિલ ફૂલ, જાણો 1 એપ્રિલના દિવસે થયેલા મૂર્ખતાના રસપ્રદ કિસ્સાઓ
April fool's day, Typography, Colorful design template , vector illustration.

Follow us on

1 એપ્રિલેના દિવસે એપ્રિલ ફુલ દિવસ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં આ દિવસને મૂર્ખ દિવસ કહેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના મિત્રો અને પ્રિયજનોને મૂર્ખ બનાવી આનંદ વ્યક્ત કરે છે.

 

પરંતુ શું આપને ખબર છે કે એપ્રિલ ફુલ દિવસ કેમ મનાવવામાં આવે છે. નથી જાણતા તો હવે જાણો કે એપ્રિલ ફુલ દિવસ મનાવવાની શરૂઆત ક્યારે અને કેવી રેતી થઈ હતી. આ દિવસનું શું મહત્ત્વ છે અને કેવા કિસ્સાઓ આ દિવસ સાથે જોડાયેલા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

TV9 Gujarati

 

એપ્રિલ ફુલ દિવસ માત્ર ભારતમાં નહી પરંતુ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. કેટલાક દેશમાં તો 1 એપ્રિલના દિવસે રજા પણ હોય છે. જો કે ભારત સહિત કેટલાક દેશોમાં રજા નથી હોતી. 1 એપ્રિલે તમામ પ્રકારના મજાક કરવાની છૂટ હોય છે અને તેનાથી કોઈ ખોટુ પણ નથી લગાડતુ.

એપ્રિલ ફુલ દિવસ અલગ-અલગ દેશોમાં અલગ- અલગ રીતે મનાવવામાં આવે છે. કેટલાક દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાં બપોર સુધી જ આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે બીજી તરફ ફ્રાંસ, આયરલેન્ડ, ઈટલી, દક્ષિણ કોરિયા, જાપાન, રશીયા, નેધરલેન્ડ, જર્મની, બ્રાઝીલ, કેનેડા અને અમેરીકામાં સમગ્ર દિવસ દરમિયાન લોકોને મૂર્ખ બનાવી શકાય છે.

પહેલી વખત એપ્રિલ ફુલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તે અંગે કોઈ ખાસ જાણકારી સામે નથી આવી. પરંતુ કેટલાક લોકોનું કહેવુ માનીએ તો, ફ્રેન્ચ કેલેન્ડરમાં પરિવર્તન પણ એપ્રિલ ફુલ દિવસ મનાવવાનું કારણ હોઈ શકે છે. અન્ય કેટલાક લોકોનુ માનવુ છે કે, ઈંગ્લેન્ડના રાજા રિચર્ડ બીજાની એની સાથે સગાઈના કારણે એપ્રિલ ફુલ ડે મનાવવામાં આવે છે. પરંતુ આવી સંખ્યાબંધ વાતો દુનિયાભરમાં પ્રચલિત છે.

ઈતિહાસ પર નજર કરવામાં આવે તો, 1 એપ્રિલના દિવસે એવી ઘણી મજાકની ઘટનાઓ બની છે. જેના કારણે આ દિવસને એપ્રિલ ફુલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેમ કે 1539માં ફ્લેમિશ કવિ ‘ડે ડેન’એ એક અમીર વ્યક્તિના વિશે લખ્યું. જેમાં 1 એપ્રિલના દિવસે પોતાના નોકરોને મુર્ખતાવાળા કામો માટે બહાર મોકલ્યા.

1 એપ્રિલ 1693માં કેટલાક લોકોને ‘સિંહની ધોલાઈ જોવાનું’ જણાવી ટાવર ઓફ લંડનમાં લઈ જવામાં આવ્યા. અંગ્રેજી સાહિત્યના મહાન લેખક જ્યોફ્રિ ચૌસરનુ ‘કૈંટરબરી ટેલ્સ (1392)’ એવો પહેલો ગ્રંથ છે, જ્યાં 1 એપ્રિલ અને મૂર્ખતા વચ્ચેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. આવા સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવ્યા બાદ 1 એપ્રિલને ફુલ ડે તરીકે મનાવવામાં આવે છે.

1915ની વાત છે, જ્યારે જર્મનીના લિલે એરપોર્ટ પર એક બ્રિટિશ પાયલટે એક વિશાળ બોમ્બ ફેંક્યો. જે જોઈને લોકોમાં નાશ-ભાગ મચી ગઈ અને લોકો છુપાઈ ગયા. પરંતુ લાબાં સમય બાદ પણ કોઈ બ્લાસ્ટ ન થતા લોકોએ જઈને જોતા એક મોટો ફુટબોલ હતો અને જેના પર એપ્રિલ ફૂલ લખેલુ હતુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article