On Camera કેમ લડી પડ્યા ટ્રમ્પ અને ઝેલેન્સ્કી? થઈ મોટી બબાલ, જુઓ-Video

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝેલેન્સકીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે અમને જણાવશો નહીં કે અમે શું અનુભવવા જઈ રહ્યા છીએ. તમે આ નક્કી કરવાની સ્થિતિમાં નથી. અમે એક મોટી સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

On Camera કેમ લડી પડ્યા ટ્રમ્પ અને ઝેલેન્સ્કી? થઈ મોટી બબાલ, જુઓ-Video
Why did Trump and Zelensky fight on camera
| Updated on: Mar 01, 2025 | 11:20 AM

શુક્રવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે આ પહેલા ટ્રમ્પે ઝેલેન્સકીની ડ્રેસિંગ સેન્સની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે તમે આજે સરસ પોશાક પહેર્યો છે. આ સાથે ઝેલેન્સકીએ આ બેઠકમાં ખનિજ સોદાના બદલામાં સુરક્ષાની ગેરંટી માંગી હતી. તેના પર ટ્રમ્પે કહ્યું છે કે અમે ખનિજોનો ઉપયોગ અમારી અનુકૂળતા મુજબ કરીશું. જ્યારે ઝેલેન્સકીએ રશિયા પર વાત કરવાની શરુ કરી કે બન્ને વચ્ચે ખુલેઆમ બહેશ છેડાઈ ગઈ.

વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ મિનરલ ડીલ પર ચર્ચા કરતા પહેલા મીડિયાની સામે રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, યુક્રેનમાં યુદ્ધવિરામ પર વાતચીત ચાલી રહી હતી, જ્યાં ટ્રમ્પ યુદ્ધને જલ્દી રોકવાનો આગ્રહ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન ઘણીવાર તેમની વાતોથી ફરી જાય છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઝેલેન્સ્કી પર ગુસ્સે છે

આ દરમિયાન અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું કે, શું તમને લાગે છે કે અમેરિકાની ઓવલ ઓફિસમાં આવીને પ્રશાસન પર હુમલો કરવો સન્માનજનક છે જે તમારા દેશના વિનાશને રોકવા માટે દરેક રીતે પ્રયાસ કરી રહ્યું છે. વેન્સના પ્રશ્નના જવાબમાં, ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધ દરમિયાન દરેકને સમસ્યાઓ હોય છે, તેમને પણ છે, પરંતુ તમે હવે તે અનુભવી શકતા નથી, જો કે તમે ભવિષ્યમાં અનુભવશો. ઝેલેન્સકીના આ નિવેદન પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝેલેન્સકીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહે છે કે અમને જણાવશો નહીં કે અમે શું અનુભવવા જઈ રહ્યા છીએ. તમે આ નક્કી કરવાની સ્થિતિમાં પણ નથી. અમે એક મોટી સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે તમે અત્યારે બહુ સારી સ્થિતિમાં નથી અને તમારી પાસે તક પણ નથી. પણ તમને એ પણ ખ્યાલ નથી તમે કયું કાર્ડ રમી રહ્યા છો. ટ્રમ્પે કહ્યું કે લાખો લોકોના જીવન સાથે જુગાર ન રમો. જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધી રહ્યો છે.

તેણે ઝેલેન્સકીને કહ્યું કે તમે જે કરી રહ્યા છો તે અમેરિકાનું અપમાન છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે તમે મોટી મુશ્કેલીમાં છો. પરંતુ અમારા કારણે તમારી પાસે આમાંથી સુરક્ષિત રીતે બહાર આવવાની ઘણી સારી તક છે.

જો અમે ત્યાં ન હોત, તો યુદ્ધ બે અઠવાડિયામાં સમાપ્ત થઈ ગયું હોત: ટ્રમ્પ

જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્રમ્પને કહ્યું કે અમે યુદ્ધની શરૂઆતથી જ અમારા દેશમાં મજબૂતીથી ઉભા છીએ. આના પર ટ્રમ્પે કહ્યું કે અમે તમને 350 બિલિયન ડોલર અને સૈન્ય સાધનો આપ્યા છે. પરંતુ જો તમારી પાસે અમારા લશ્કરી સાધનો ન હોત તો આ યુદ્ધ બે અઠવાડિયામાં સમાપ્ત થઈ ગયું હોત.

તેના પર ઝેલેન્સકીએ કહ્યું કે મેં તો પુતિન પાસેથી ત્રણ દિવસમાં સાંભળ્યું હતુ. હવે બે અઠવાડિયા કેવા થઈ ગયુ? આ પછી ટ્રમ્પે વાતચીત સમાપ્ત કરી અને કહ્યું કે આ રીતે વાતચીત કરવી ખૂબ મુશ્કેલ છે. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું કે તમારે અમેરિકન મીડિયા સામે લડવાનો પ્રયાસ ન કરવો જોઈએ, તે પણ જ્યારે તમે પોતે જ ખોટા હોવ. આ ઉગ્ર ચર્ચા બાદ વાતચીતનો અંત આવ્યો હતો.

 

Published On - 10:16 am, Sat, 1 March 25