ઘણા યુરોપિયન દેશો જેવા કે ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડન વરુની વસ્તીને (Wolves Population in Europe) નિયંત્રિત કરવા માટે વરુઓને મારી રહ્યા છે. સ્વીડનમાં શિકારીઓએ તેમના વાર્ષિક લક્ષ્યાંક કરતાં વધતા 27 વરુઓને ઠાર કર્યા છે. ફિનલેન્ડે તેના પ્રથમ ‘પોપ્યુલેશન મેનેજમેન્ટ હન્ટ’ના ભાગરૂપે 20 વરુઓને મારવાની મંજૂરી આપી છે. વન્યજીવ જૂથોનું કહેવું છે કે સ્વીડનમાં વર્ષ 2020-21 માટે વરુઓની સંખ્યા 395 હોવાનું કહેવાતું હતું, જે હવે ઘટાડીને 300 કરી દેવામાં આવ્યું છે.
એક વન્યજીવ એનજીઓના પ્રમુખે જણાવ્યું હતું કે સ્વીડને યુરોપિયન યુનિયનને (European Union) વચન આપ્યું છે કે તેની વરુની વસ્તી 300થી ઓછી નહીં હોય. જ્યારે આ સંખ્યા લઘુત્તમ છે. યુરોપિયન યુનિયનને કહ્યું છે કે, 300 બહુ નાની સંખ્યા છે. સ્વીડનમાં 1000 થી વધુ વરુઓને રાખવાની ક્ષમતા છે. બીજી તરફ નોર્વે આ શિયાળામાં તેના 60 ટકા વરુઓને મારી નાખશે. નોર્વેમાં દેશના પાંચ ટકા વિસ્તારને વરુ સંરક્ષણ વિસ્તાર માનવામાં આવે છે. આ પછી પણ આ શિયાળામાં સંરક્ષણ ક્ષેત્રની અંદર 25 વરુઓને મારી નાખવામાં આવશે.
કેટલાક સંરક્ષણ જૂથોએ યુરોપિયન યુનિયનને સામૂહિક કતલ સામે પગલાં લેવા વિનંતી કરી છે. સંરક્ષણવાદીઓએ આ દેશો પર પશ્ચિમ યુરોપમાં વરુઓ માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એક પ્રાણી અધિકાર જૂથના મુખ્ય કાર્યકારી સિરી માર્ટિન્સને કહ્યું કે તે એક ભયાનક સ્થિતિ છે. નોર્વેમાંવરુનું સંચાલન નિયંત્રણની બહાર છે અને તેઓ માત્ર વરુઓને ગોળીબાર કરી રહ્યા છે કારણ કે કેટલાક લોકો તેમને પસંદ નથી કરતા. આ ખૂબ જ અપમાનજનક છે. પ્રજાતિને અત્યંત જોખમી સ્તરે રાખવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
ફિનલેન્ડ અને સ્વીડનમાં વન્યજીવ જૂથોએ યુરોપિયન કમિશન અને યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસને વરુઓને ગેરકાયદેસર જાહેર કરવા અપીલ કરી છે. પરંતુ બંને દેશોની સરકારો સુનિશ્ચિત કરી રહી છે કે આવી હત્યાઓને કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવે. સંરક્ષણવાદીઓએ અન્ય યુરોપિયન દેશોને આ હત્યા રોકવા માટે દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. વાસ્તવમાં, સંરક્ષણવાદીઓને ડર છે કે જો વરુઓની હત્યા આ રીતે ચાલુ રહેશે, તો ટૂંક સમયમાં વરુઓની વસ્તી ઘટશે અને આ પ્રાણીઓ લુપ્ત થવાની આરે પહોંચી જશે.
આ પણ વાંચો : અમીર વિદેશીઓને ફસાવવા પાકિસ્તાને કરી લીધી તૈયારી, આટલા લાખમાં વેચી રહ્યા છે નાગરિકતા
આ પણ વાંચો : USA : ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરનારની ધરપકડ, તેની પાઘડી સાથે પણ કરી હતી છેડછાડ