
સાઉદી અરેબિયા અને ઈઝરાયેલની મિત્રતાના કારણે ઈરાનની બેચેની વધી રહી છે. ઈરાનનું કહેવું છે કે સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો સામાન્ય થવાથી ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને નુકસાન થશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કાનાનીએ સોમવારે આ નિવેદન આપ્યું હતું. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. તે નથી ઈચ્છતા કે સાઉદી અરેબિયા સાથે ઈઝરાયેલની નિકટતા વધે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ દાયકાઓ જૂનું છે. બંને દેશો એકબીજાને પોતાના દુશ્મન માને છે. ઈઝરાયેલ માને છે કે ઈરાન તેને ખતમ કરવા માંગે છે, જ્યારે ઈરાનની નજરમાં ઈઝરાયેલ અમેરિકાનો સમર્થક છે, જેને તે પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. સાઉદી અરેબિયા અને ઈઝરાયલ વચ્ચે મિત્રતા વધારવા માટે અમેરિકાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.
અમેરિકાએ તેની જવાબદારી તેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને સોંપી છે. યુએસ પ્રમુખ જો બાઈડને શુક્રવારે કહ્યું હતું કે સાઉદી અરેબિયા અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો સુધારવાના હેતુથી જેદ્દાહમાં સાઉદી અધિકારીઓ સાથે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વાતચીત બાદ સમજૂતી થઈ શકે છે. જણાવી દઈએ કે અમેરિકાની મિત્રતા સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ બંને સાથે સારી છે.
ઈરાન તરફથી વધી રહેલા ખતરા વચ્ચે, ઈઝરાયેલ અબજો ડોલરના પેકેજ સાથે તેના રેલ નેટવર્કમાં વધારો કરશે. તે સાઉદી અરેબિયા સુધી રેલ લાઈન નાખશે. આ રેલ લાઈન સાઉદી અરેબિયાની બહારના વિસ્તારને ઈઝરાયેલના તેલ અવીવ સાથે સીધી જોડશે. આમાં લગભગ 27 અબજ ડોલરનો ખર્ચ થશે. થોડા દિવસો પહેલા અમેરિકન અધિકારીઓ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. આ પછી તેની જાહેરાત કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની દુશ્મનાવટ કોઈનાથી છુપી નથી. બંને દેશો વચ્ચેની લડાઈ દાયકાઓ જૂની છે. વાસ્તવમાં ઈરાન ઈઝરાયલને માન્યતા આપતું નથી જ્યારે ઈઝરાયેલ કહે છે કે તે કોઈપણ કિંમતે ઈરાનની પરમાણુ શક્તિ સહન કરશે નહીં. ઈઝરાયેલ ઈરાનના પરમાણુ કાર્યક્રમોને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. ઈરાને ઈઝરાયલને આરબ દેશો સાથે દોસ્તી અંગે ઘણી વખત ચેતવણી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા પહેલાની સરખામણીમાં ઘણું બદલાઈ રહ્યું છે. તે દુનિયાની સામે પોતાની એક અલગ ઈમેજ બનાવી રહ્યુ છે. જ્યારથી મોહમ્મદ બિન સલમાને સત્તા સંભાળી છે, ત્યારથી તે દુનિયાના અન્ય દેશોની સામે પોતાની જાતને નવા રૂપમાં રજૂ કરવા માંગે છે. તે ઘણા દેશો સાથે પોતાના સંબંધો સુધારવા માંગે છે. તે ઈરાન, સીરિયા અને યમન સાથે પણ પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો