WHOએ આપી ચેતવણી, કોરોના મહામારીને કારણે આ દેશમાં ફ્રેબ્રુઆરી સુધી 5 લાખ લોકો ગુમાવી શકે છે જીવ

|

Nov 05, 2021 | 10:19 AM

ડો. હંસ ક્લુગેએ (Hans Kluge) જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના દેશોમા વેક્સિનેશન વિવિધ તબક્કામાં છે અને સરેરાશ 47 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

WHOએ આપી ચેતવણી, કોરોના મહામારીને કારણે આ દેશમાં ફ્રેબ્રુઆરી સુધી 5 લાખ લોકો ગુમાવી શકે છે જીવ
File photo

Follow us on

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે (Corona) હવે ફરી એકવાર યુરોપ અને મધ્ય એશિયામાં તબાહી મચાવવાની તૈયારી કરી લીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના સ્થાનિક કાર્યાલયના વડાએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુરોપ અને મધ્ય એશિયાના 53 દેશોના પ્રદેશ આગામી અઠવાડિયામાં કોરોના વાયરસના ખતરાનો સામનો કરશે અથવા તે પહેલાથી જ કરી રહ્યું છે. અત્રે એ નોંધનીય છે કે યુરોપમાં કોરોનાની આ લહેર એવા સમયે જોવા મળી રહી છે. જ્યારે અહીં રસીકરણ ચાલી રહ્યું છે અને રસીની કોઈ કમી જોવા મળી નથી.

ડો. હંસ ક્લુગેએ (Hans Kluge) કહ્યું કે કોરોના કેસની સંખ્યા ફરી રેકોર્ડ સ્તરે વધી રહી છે. આ વિસ્તારમાં કોરોનાના ફેલાવાની ઝડપ ગંભીર ચિંતાનો વિષય છે. ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ડબ્લ્યુએચઓના યુરોપ સ્થિત હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાત કરતા ક્લુગે કહ્યું, “આપણે રોગચાળાના પુનઃ ઉદભવના બીજા નિર્ણાયક તબક્કે છીએ.”

યુરોપ રોગચાળાના કેન્દ્ર તરીકે પાછું આવ્યું છે. અમે એક વર્ષ પહેલા આવી જ પરિસ્થિતિમાં હતા. તેમણે કહ્યું કે હવે અલગ વાત એ છે કે આરોગ્ય અધિકારીઓ વાયરસ વિશે વધુ જાણે છે અને તેમની પાસે તેની સામે લડવા માટે વધુ સારા હથિયારો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ફેબ્રુઆરી સુધીમાં પાંચ લાખ લોકોના મોત થઈ શકે છે
ક્લુગેએ કહ્યું કે કેટલીક જગ્યાએ, નિવારણ પગલાંમાં મંદી અને રસીકરણનો ઓછો દર વાયરસના નવી લહેર વિશે જણાવે છે. તેમણે કહ્યું કે 53 દેશોના ક્ષેત્રમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ગયા સપ્તાહની તુલનામાં બમણાથી વધુ છે. જો આ સિલસિલો ચાલુ રહ્યો તો ફેબ્રુઆરી સુધીમાં આ ક્ષેત્રમાં પાંચ લાખ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવો પડી શકે છે.

WHOનું કહેવું છે કે આ વિસ્તારમાં એક સપ્તાહમાં લગભગ 18 લાખ લોકો સંક્રમિત થયા છે. ગયા સપ્તાહથી તેમાં લગભગ છ ટકાનો વધારો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 24 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 12 ટકાનો વધારો થયો છે.

માત્ર 47 ટકા લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે
ડો. હંસ ક્લુગેએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના દેશો રસીકરણના વિવિધ તબક્કામાં છે અને સરેરાશ 47 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. માત્ર આઠ દેશો એવા છે જ્યાં 70 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. ક્લુગેએ કહ્યું, આપણે આપણી વ્યૂહરચના બદલવી જોઈએ, કોવિડના વધતા જતા કેસોને લઈને આપવામાં આવેલ પ્રતિસાદને પણ બદલવાની જરૂર છે. જેથી તેને તાત્કાલિક રોકી શકાય.

જિનીવામાં WHOના મુખ્યમથકે બુધવારે જણાવ્યું કે યુરોપમાં સતત પાંચમા સપ્તાહે કેસમાં વધારો થયો છે. જેના કારણે તે વિશ્વનો એકમાત્ર એવો પ્રદેશ બની ગયો છે જ્યાં કોરોના સતત તબાહી મચાવી રહ્યો છે.

આ પણ વાંચો : Vaccination Drive: ડોર ટુ ડોર રસીકરણ અભિયાન માટે રસીની કોઈ અછત નથી, ડો એન કે અરોરાએ કર્યો દાવો

આ પણ વાંચો : PM Modi Kedarnath Visit: PM મોદી પહોચ્યા કેદારનાથના, બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ

Next Article