
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તોશાખાના કેસમાં અટક જેલમાં કેદ છે, તેમને 3 વર્ષની સજા થઈ છે. ઈમરાનને જેલના સળિયા પાછળ મોકલનાર ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હુમાયૂ દિલાવર (Humayun Dilawar) પાકિસ્તાનમાં ચર્ચામાં છે. કારણ કે ઈમરાન ખાન પર પોતાનો ચુકાદો આપ્યા બાદ તે દેશ છોડી જતો રહ્યો છે. હુમાયૂ દિલાવર અચાનક પરિવાર સાથે પાકિસ્તાન કેમ ચાલ્યા ગયા? જેના કારણે પાકિસ્તાનમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને તેના પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હાલ તે અટક જેલમાં બંધ છે. પરંતુ ઈમરાનને જેલની સજા સંભળાવનાર ઈસ્લામાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ હુમાયૂ દિલાવર લાઈમલાઈટમાં છે. કારણ કે તેને દેશ છોડી દીધો છે. હેરાનની વાત એ છે કે પૂર્વ પીએમને જેલમાં મોકલ્યા બાદ તરત જ તેઓ પરિવાર સાથે લંડન જવા રવાના થયા હતા.
ઈસ્લામાબાદ સ્થિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ હુમાયૂ દિલાવરે ખાન પર 1,00,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે દંડની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ થવા પર તેને આગામી છ મહિના સુધી જેલમાં રાખવામાં આવશે. તેના વિરુદ્ધ સંપત્તિની ખોટી જાહેરાત કરવાનો આરોપ છે.
પણ શા માટે? આ સવાલ દરેકના મનમાં છે. સોશિયલ મીડિયા પર આ અંગે બે પ્રકારના અભિપ્રાય સાંભળવા મળી રહ્યા છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોના ગુસ્સાથી બચવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ એક પાસું એ પણ છે કે તે તેના અભ્યાસ માટે લંડન ગયો છે. તે યુનિવર્સિટી ઓફ હલ, લંડનનો વિદ્યાર્થી છે.
પાકિસ્તાનના એક રિપોર્ટ મુજબ જજ દિલાવર 5 થી 13 ઓગસ્ટ દરમિયાન લંડનની યુનિવર્સિટી ઓફ હલમાં યોજાનારી જ્યુડિશિયલ કોન્ફ્રેન્સમાં ભાગ લેવા માટે તેમના પરિવાર સાથે લંડન ગયા છે. આ જ કારણ હતું કે ઈમરાનને સજા સંભળાવ્યા બાદ તે જ દિવસે તે લંડન જવા રવાના થયો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો