Iranમાં વિદ્યાર્થીનીઓને કોણ આપી રહ્યું છે ઝેર ? સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું- તેની સજા મોત છે

કેટલાક ઈરાની પત્રકારોએ ફિદાયીન વિલાયત નામના જૂથના નિવેદનોમાં જણાવ્યું કે, જેમાં કહેવામાં આવ્યું છે કે છોકરીઓનું શિક્ષણ પ્રતિબંધિત માનવામાં આવે છે અને જો શાળાઓ ખુલ્લી રહેશે, તો સમગ્ર ઈરાનમાં છોકરીઓને ઝેર આપવામાં આવશે.

Iranમાં વિદ્યાર્થીનીઓને કોણ આપી રહ્યું છે ઝેર ? સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું- તેની સજા મોત છે
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 07, 2023 | 9:51 AM

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ દેશભરની શાળાની વિદ્યાર્થિનીઓને ઝેર આપવાના ગુનેગારોને સજા કરવાની હાકલ કરી છે. સોમવારે, વાર્ષિક વૃક્ષારોપણ સમારોહમાં, ખામેનીએ કહ્યું કે, ઝેર એક અક્ષમ્ય ગુનો છે અને ગુનેગારોને સખત સજા થવી જોઈએ. ખામેનીની ટિપ્પણી પછી તરત જ, ઈરાનના ન્યાયતંત્રના વડાએ વચન આપ્યું હતું કે, અદાલતો ઝડપથી કાર્યવાહી કરશે અને સૂચન કર્યું કે જવાબદારોને મૃત્યુદંડનો સામનો કરવો પડશે.

આ પણ વાચો: Iran Poisoning Case: ઈરાનમાં અત્યાર સુધીમાં 900 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર, કન્યા શાળાઓ બંધ કરવા માટે મોટું કાવતરું

વાસ્તવમાં, ઈરાનમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓને કથિત રીતે ઝેર આપવાનો વિવાદ રવિવારે વધુ ઘેરો બન્યો હતો. અધિકારીઓએ સ્વીકાર્યું છે કે, આ રીતે 50થી વધુ શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. ઝેરની ઘટનાએ માતાપિતામાં ગભરાટ ફેલાવ્યો છે કારણ કે દેશમાં મહિનાઓથી અશાંતિ ચાલી રહી છે. જો કે, હજુ સુધી ઝેરની ઘટનામાં કોઈની સ્થિતિ ગંભીર બની નથી કે મૃત્યુના કોઈ સમાચાર નથી.

આ ઘટના માટે જવાબદાર કોણ?

આવી ઘટના માટે કોણ જવાબદાર છે તે પણ સ્પષ્ટ નથી. ઝેર દેવાની શરૂઆત શહેર ક્યુમમાં નવેમ્બરમાં થઈ હતી. અહેવાલો અનુસાર, ઈરાનના 30માંથી 21 પ્રાંતોમાં શંકાસ્પદ કેસ મળી આવ્યા છે અને લગભગ તમામ ઘટનાઓ છોકરીઓની શાળાઓમાં છે.

કન્યા શિક્ષણ માટે પડકાર

ઈરાનમાં 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી 40 વર્ષથી વધુ સમયથી છોકરીઓના શિક્ષણને ક્યારેય પડકારવામાં આવ્યો નથી. ઈરાને પડોશી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને વિનંતી કરી છે કે તે મહિલાઓને શાળાઓ અને યુનિવર્સિટીઓમાં જવાની પરવાનગી આપે. સત્તાવાર સમાચાર એજન્સીના સમાચાર અનુસાર, ઈરાનના ગૃહ પ્રધાન અહેમદ વાહિદીએ શનિવારે કહ્યું કે, તપાસકર્તાઓએ તપાસ દરમિયાન શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કર્યા છે.

આ ઘટના માનવતા વિરુદ્ધ ગુનો

રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ રવિવારે કેબિનેટને કહ્યું કે, ઝેરના મામલાના ઉંડે તપાસ કરવાની અને સામે લાવવાની જરૂર છે. ગુપ્તચર બાબતોના મંત્રી ઈસ્માઈલ ખાતિબનો અહેવાલ વાંચીને તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાવવા માટે આ કથિત હુમલાઓને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો હતો.

ઓછામાં ઓછી 52 શાળાઓમાં કેસ નોંધાયા

વાહિદીએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછી 52 શાળાઓ શંકાસ્પદ ઝેરી ઘટનાઓથી પ્રભાવિત થઈ હતી. ઈરાનના મીડિયાએ શાળાઓની સંખ્યા 60 જણાવી છે. ઓછામાં ઓછું એક કિન્ડરગાર્ટન પણ પ્રભાવિત થયું છે. કેટલાક ઈરાની પત્રકારોએ ફિદાયીન વિલાયત નામના જૂથના નિવેદનો આપ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, છોકરીઓનું શિક્ષણ પ્રતિબંધિત માનવામાં આવે છે અને જો છોકરીઓની શાળાઓ ખુલ્લી રહેશે તો સમગ્ર ઈરાનમાં છોકરીઓને ઝેર આપવાની ધમકી આપવામાં આવી છે. ઈરાનના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ફિદાયીન વિલાયત નામના જૂથ વિશે જાણતા નથી.

કેમિકલ વહન કરતા ટ્રક ચાલકની ધરપકડ

તે જ સમયે, મીડિયા અહેવાલો અનુસાર, ઘણી અસરગ્રસ્ત શાળાઓ નજીક કેમિકલ વહન કરતા ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ અન્ય કોઈ ધરપકડની પુષ્ટિ થઈ નથી અને અધિકારીઓએ ઝેર માટે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ક્યુમમાં સમાચાર કવર કરી રહેલા પત્રકાર અલી પૌરતબતાબાઈની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હુમલાઓ પર નજર રાખતા હતા. અધિકારીઓએ તેની ધરપકડ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.