WHOની મંજૂરી બાદ કોવેક્સિન લગાવનાર ભારતીયોને આ તારીખથી અમેરિકામાં મળશે એન્ટ્રી

|

Nov 04, 2021 | 10:46 AM

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના પ્રેસ ઓફિસર સ્કોટ પાઉલીએ જણાવ્યું હતું કે સીડીસીનું ટ્રાવેલ ગાઈડન્સ એફડીએ અને ડબ્લ્યુએચઓ ઈમરજન્સી યુઝ લિસ્ટ દ્વારા માન્ય અથવા અધિકૃત રસીઓ પર લાગુ થાય છે.

WHOની મંજૂરી બાદ કોવેક્સિન લગાવનાર ભારતીયોને આ તારીખથી અમેરિકામાં મળશે એન્ટ્રી
Covaxin - File Photo

Follow us on

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત Covaxin કોવિડ-19 રસી માટે ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સમાવેશ કર્યો છે. ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સે તેની મંજૂર રસીઓની સૂચિ અપડેટ કરી છે અને કોવેક્સિન રસી લીધેલા લોકોને પ્રવેશની મંજૂરી આપી છે. સંશોધિત નિયમો 8 નવેમ્બરથી અમલમાં આવશે. જ્યારે અમેરિકા રસીકરણ કરાયેલા વિદેશી પ્રવાસી એન્ટ્રી કરી શકશે.

WHO ના નિર્ણયનો અર્થ એ છે કે સ્વદેશી રીતે વિકસિત કોવેક્સિન કોરોના વાયરસ રોગ સામે રક્ષણ માટે તેના દ્વારા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. તે મોટાભાગે કોવેક્સિન સામે રસી અપાયેલ ભારતીયોની વિદેશ યાત્રા અંગેની અનિશ્ચિતતાને પણ દૂર કરે છે.

સમય સાથે લિસ્ટમાં સામેલ થઈ શકે છે વેક્સિન
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી)ના પ્રેસ ઓફિસર સ્કોટ પાઉલીએ જણાવ્યું હતું કે સીડીસીનું ટ્રાવેલ ગાઈડન્સ એફડીએ અને ડબ્લ્યુએચઓ ઈમરજન્સી યુઝ લિસ્ટ દ્વારા માન્ય અથવા અધિકૃત રસીઓ પર લાગુ થાય છે. ઉપરાંત સમયાંતરે કોઈપણ નવી રસીનો આ યાદીમાં સમાવેશ કરી શકાય છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

CDC એ બુધવારે ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાયેલ ભારતની સ્વદેશી રસી માટે WHO ની ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL)ની વાતનેસ્વીકારી છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે “WHO એ ભારત બાયોટેક દ્વારા વિકસિત રસીને ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL) મંજૂર કરી છે, જે કોરોનાની રોકથામ માટે WHO દ્વારા માન્ય રસીઓના વધતા પોર્ટફોલિયોમાં ઉમેરે છે.

અત્યાર સુધીમાં લોકોને કોવેક્સિનના 2.14 કરોડ ડોઝ મળ્યા છે
ભારતે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોવેક્સિનના 12.14 કરોડ ડોઝ આપ્યા છે. WHOનો નિર્ણય રસીના વૈશ્વિક ઉપયોગ માટે ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL) મૂલ્યાંકન શરૂ કર્યાના ચાર મહિનાથી વધુ સમય પછી આવ્યો છે. આ કટોકટીના ઉપયોગના લિસ્ટ રસીની ઉપલબ્ધતાને વિસ્તૃત કરે છે. રોગચાળાને સમાપ્ત કરવા માટે અમારી પાસે સૌથી અસરકારક તબીબી ઉપકરણો છે.

આ પણ વાંચો : PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : ‘પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે’

આ પણ વાંચો  :Petrol-Diesel Price Today : સરકારની પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડાની દિવાળીની ભેટ બાદ તમારા શહેરમાં કેટલું સસ્તું થયું ઇંધણ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો :Maharashtra: સાંઇ ભકતો માટે ખુશ ખબર, આજે શિરડી સાંઇ મંદિરમાં ધામધૂમથી ઉજવાશે દીપોત્સવ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

Next Article