
US પ્રમુખ જો બાઈડને ગુરૂવારે વ્હાઈટ હાઉસથી વિશ્વની ટોચની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓના CEOને મળ્યા હતા. AIના સંભવિત જોખમો અને સુરક્ષાના પગલાં અંગે ચર્ચા કરી હતી. આ મીટિંગમાં આલ્ફાબેટ, ઈન્ક, ગુગલ અને માઈક્રોસોફટ સહિતની AI કંપનીઓના સીઈઓએ હાજરી આપી હતી. જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી આ વર્ષ ChatGPT જેવી એપ્સ લોકોને આકર્ષિત કરીને ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: Jet Airwaysના સ્થાપક નરેશ ગોયલની ઓફિસ સહિત 7 સ્થળ પર CBIનું સર્ચ ઓપરેશન, 500 કરોડથી વધારેની છેતરપિંડીનો આરોપ
કંપનીઓ વચ્ચે પ્રોડકટ્સ લોન્ચ કરવા માટે સ્પર્ધા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે, AI સાથે કામ કરવાની સિસ્ટમ બદલાશે. લાખો વપરાશકર્તાઓએ ટૂલ્સનું પરીક્ષણ કરવાનુ્ં ચાલુ કર્યું છે. AI રોગની સારવાર કરવામાં, કાનૂની સહાય તથા સોફ્ટવેરને ડીબગ કરવામાં મદદ કરી શકે છે. ત્યારે એ વાતે પણ ચિંતા વધારી છે કે ટેક્નોલોજીના ઉપયોગથી કેવી રીતે ગોપનીયતાનો ભંગ થઈ શકે છે. આ ટેક્નોલોજીના કારણે નોકરી પર અસર પડી શકે તેમ છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાઈડને મીટિંગમાં ChatGPTનો પણ ઉપયોગ કર્યો હતો. અધિકારીએ કહ્યું કે, બાઈડનને ChatGPT વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને તેઓએ તેનો ઉપયોગ પણ કર્યો હતો. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી અને તેમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફટના સત્ય નડેલા, ઓપન AIના સેમ ઓલ્ટમેન અને એન્થ્રોપિકના ડારિયો અમોદીએ હાજરી આપી હતી. આ ઉપરાંત વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને બાઈડનના ચીફ ઑફ સ્ટાફ જેફ ઝિએન્ટ્સ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન, રાષ્ટ્રીય આર્થિક પરિષદના ડિરેક્ટર લાયલ બ્રેનાર્ડ અને વાણિજ્ય સચિવ જીના રેમાન્ડો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
મીટિંગ પહેલા OpenAIના ઓલ્ટમેને મીડિયાને કહ્યું હતું કે, AI ચોક્કસપણે એક પડકાર બની રહેશે, પરંતુ મને ખાતરી છે કે, અમે તેને હેન્ડલ કરી શકીશું. વહીવટીતંત્રએ 7નવી AI સંશોધન સંસ્થાઓ શરૂ કરવા માટે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી 140 મિલિયન ડોલરના રોકાણની પણ જાહેરાત કરી હતી. વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસ ઑફિસ ઑફ મેનેજમેન્ટ એન્ડ બજેટ સરકાર દ્ગારા AIના ઉપયોગ અંગે નીતિ માર્ગદર્શન જાહેર કરશે. Anthropic, Google, Hugging Face, Nvidia Corp, OpenAI અને Stability AI સહિત અગ્રણી AI ડેવલપર્સ તેમની AI સિસ્ટમ્સના જાહેર મૂલ્યાંકનમાં ભાગ લેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…