Travelling Lovers : ફરવા માટે આ કપલે છોડી દીધો 1.5 કરોડનો બંગલો, વાનમાં ઘર બનાવી ફરી રહ્યા છે દુનિયા

|

Oct 07, 2021 | 9:55 AM

મુસાફરીના શોખીન આ દંપતીએ હવે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. વાનને પોતાનું ઘર બનાવ્યા પછી, દંપતીએ હવે માર્કેટિંગ ટ્રાવેલ કંપની ખોલી છે. બંને તેનું કામ ઓનલાઈન કરે છે.

Travelling Lovers : ફરવા માટે આ કપલે છોડી દીધો 1.5 કરોડનો બંગલો, વાનમાં ઘર બનાવી ફરી રહ્યા છે દુનિયા
Weird Scotland couple sold their 1 crore dream house to shift in van

Follow us on

જો કોઈ કરોડોનો બંગલો છોડીને વાનમાં શિફ્ટ થવાની વાત કરે તો તમે શું કહેશો? આવું જ કંઇક સ્કોટલેન્ડના એક દંપતીએ કર્યું છે. દંપતી હવે તેમના વૈભવી 12 રૂમનો બંગલો છોડીને વાનમાં રહે છે. હવે રસ્તા પર રખડીને તેઓ પોતાનું  જીવન જીવી રહ્યા છે. ચાલો જાણીએ કે આ કપલે આવો નિર્ણય કેમ લીધો.

સ્કોટલેન્ડની 28 વર્ષીય વિક્ટોરિયા મેકડોનાલ્ડ અને 32 વર્ષીય સ્કોટ રોસ એક સમયે 15 મિલિયનની હવેલીમાં રહેતા હતા. આ દંપતીએ આ વર્ષે પોતાનું ઘર વેચીને એક વાન ખરીદી અને હવે તેમાં રહે છે. દંપતીનું કહેવું છે કે તેઓ શેરીઓમાં રખડતા જીવન પસાર કરવામાં ખૂબ આનંદ માણી રહ્યા છે.

વિક્ટોરિયા અને સ્કોટે પાંચ વર્ષ પહેલા ક્રુડેન બેમાં એક વૈભવી બંગલો એક લાખ પાઉન્ડ એટલે કે લગભગ દોઢ કરોડમાં ખરીદ્યો હતો. વિક્ટોરિયાએ ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, જ્યારે પતિ સ્કોટ હોલિપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. વિક્ટોરિયા અને સ્કોટ કહે છે કે બંને વ્યવસાયના દબાણથી કંટાળી ગયા હતા. આ દરમિયાન તે ડિપ્રેશનમાં જતા રહ્યા. તેથી તેમણે બધું છોડીને કંઈક અલગ કરવાનું મન બનાવ્યું. તેણે પહેલા પોતાનું ઘર વેચી દીધું અને પોતાના માટે વાન ખરીદી.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

દંપતીએ આ વાનને રહેવા લાયક બનાવવા માટે લાખોનો ખર્ચ કર્યો અને હવે આમાં તેમનું જીવન ચાલી રહ્યું છે. આ વાન પણ અદ્ભુત છે. તેમાં તમામ સુવિધાઓ છે જે ઘરમાં હોવી જોઈએ. વાનમાં અદ્ભુત રસોડાથી લઈને સૌર ઉર્જાથી શાવર સુધીની વ્યવસ્થા છે.

નોંધનીય છે કે મુસાફરીના શોખીન આ દંપતીએ હવે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. વાનને પોતાનું ઘર બનાવ્યા પછી, દંપતીએ હવે માર્કેટિંગ ટ્રાવેલ કંપની ખોલી છે. બંને તેનું કામ ઓનલાઈન કરે છે. આ દંપતીનું કહેવું છે કે તેઓ વાનમાંથી ગમે ત્યાં, કોઈપણ સુંદર જગ્યાએ કામ કરી શકે છે. વિક્ટોરિયા કહે છે કે હવે તેને ડિપ્રેશનની ગોળીઓ લેવાની પણ જરૂર નથી. આ દંપતીએ 9 થી 5 ની નોકરી છોડી દીધી છે અને પોતાના મન મુજબ જીવન જીવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો –

PM Narendra Modi: પીએમ મોદી આજે ઉત્તરાખંડ જશે, દેશને 35 ઓક્સિજન પ્લાન્ટ સમર્પિત કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો

આ પણ વાંચો –

IPL 2021 CSK vs PBKS Live Streaming: જાણો પંજાબ અને ચેન્નાઇ વચ્ચેની ટક્કર ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે.

આ પણ વાંચો –

Navratri 2021 Play List : ‘ઘણી કુલ છોરી’ થી લઇને ‘રાધે રાધે’ સુધી આ બોલીવૂડ સોન્ગને તમારી નવરાત્રી પ્લે લિસ્ટમાં સામેલ કરો

Next Article