શું ખત્મ થશે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ? બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે થશે વાતચીત

બેલારુસિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા એનાટોલી ગ્લેઝે કહ્યું કે, તમામ પ્રતિનિધિમંડળ મીટિંગ સ્થળ પર પહોંચતા જ વાતચીત શરૂ થશે. ગયા અઠવાડિયે ગુરુવારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને આ રીતે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.

શું ખત્મ થશે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ? બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે થશે વાતચીત
Image Credit Source: Pexels
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:11 PM

બેલારુસ રશિયા-યુક્રેન વચ્ચે  (Russia-Ukraine Talks)વાટાઘાટો કરવા જઈ રહ્યું છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બેલારુસના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. તેણે કહ્યું છે કે હવે માત્ર બંને દેશોના પ્રતિનિધિમંડળના આવવાની રાહ જોવાઈ રહી છે. યુક્રેન પડોશી બેલારુસમાં રશિયન પ્રતિનિધિઓને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા સંમત થયું છે. ઉલ્લેખનીય છે કે બેલારુસ અને રશિયા વચ્ચે ગાઢ સંબંધો છે અને રશિયાએ પણ બેલારુસ દ્વારા યુક્રેન (Russia-Belarus) પર હુમલો કર્યો છે. યુક્રેને અગાઉ બેલારુસમાં મંત્રણા કરવાનો ઇનકાર કર્યો હતો.લગભગ બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે વાતચીત થશે.

બેલારુસિયન વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર રશિયન અને યુક્રેનિયન ધ્વજ સાથેના ઊંચા ટેબલની તસવીર જાહેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “બેલારુસમાં રશિયા અને યુક્રેન વચ્ચે મંત્રણા માટેનું સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે, માત્ર પ્રતિનિધિમંડળ આવવાની રાહ છે.” , તે જ સમયે, બેલારુસિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા એનાટોલી ગ્લેઝે કહ્યું કે, તમામ પ્રતિનિધિમંડળ મીટિંગ સ્થળ પર પહોંચતા જ વાતચીત શરૂ થશે. ગયા અઠવાડિયે ગુરુવારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને આ રીતે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. યુક્રેન પર રશિયાના હુમલામાં સહાયક તરીકે બેલારુસની ભૂમિકાને જોતાં કિવે શરૂઆતમાં યુક્રેનમાં પ્રતિનિધિમંડળ મોકલવા માટે અનિચ્છા વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી રશિયાને બહાર કાઢવાની માંગ

ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયાને યુએન સુરક્ષા પરિષદમાંથી પણ બહારનો રસ્તો બતાવવો જોઈએ. તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાનું આક્રમણ નરસંહાર તરફનું પગલું છે. રશિયાએ દુષ્ટતાનો માર્ગ પસંદ કર્યો છે અને વિશ્વએ તેને યુએન સુરક્ષા પરિષદમાંથી બહાર ફેંકી દેવું જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈન્ટરનેશનલ વોર ક્રાઈમ ટ્રિબ્યુનલે યુક્રેનિયન શહેરો પર રશિયાના હુમલાની તપાસ કરવી જોઈએ. તેમણે રશિયન હુમલાને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે રશિયા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે, જેના કારણે તેની પાસે ઠરાવોને વીટો કરવાની સત્તા છે.

આ પણ વાંચો: Russia Ukraine war: કિવમાં જે ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો તે ઘરની સફાઈ કરતી વખતે મહિલાએ આંસુભરી આંખે રાષ્ટ્રગીત ગાયું

 

Published On - 1:39 pm, Mon, 28 February 22