યુનાઇટેડ નેશન્સ (UN) જનરલ એસેમ્બલીના (General Assembly) સત્રમાં યુક્રેનના (Ukraine) પ્રતિનિધિએ જણાવ્યું હતું કે હવે આપણે એક અનોખી પરિસ્થિતિમાં છીએ, જ્યારે અન્ય સાર્વભૌમ રાજ્યના પ્રદેશ પર યુએન માનવાધિકાર પરિષદનો સભ્ય ભયાનક માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે અને દુરુપયોગ કરે છે. યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોની સંખ્યા સતત વધી રહી છે. રશિયા યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આજે UNHRCમાંથી રશિયાને સસ્પેન્ડ કરવા પર થયેલા વોટિંગમાં રશિયાને મોટો ઝટકો લાગ્યો હતો. UNHRCમાં રશિયાનું સભ્યપદ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ મતદાન દરમિયાન 93એ તરફેણમાં, 24એ વિરોધ કર્યો અને 58એ ભાગ લીધો ન હતો. યુએનએચઆરસીમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાના ડ્રાફ્ટ ઠરાવ પર યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ભારતે મતદાન પ્રક્રિયામાંથી પોતાને બાકાત રાખ્યું હતું.
UN General Assembly suspends Russia from Human Rights Council
93 countries voted in favour of the draft resolution, 24 countries voted against it, 58 countries abstained pic.twitter.com/Glt34LrFOm
— ANI (@ANI) April 7, 2022
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના સત્રમાં, યુક્રેનના પ્રતિનિધિએ કહ્યું કે, ”આપણે હવે એક અનોખી પરિસ્થિતિમાં છીએ, જ્યારે અન્ય સાર્વભૌમ રાજ્યના પ્રદેશ પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનો સભ્ય ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન કરે છે અને તેનો બેફામ દુરુપયોગ પણ કરે છે. માનવતા સામે યુદ્ધ ગુનાઓ અને અન્ય ગુનાઓ સમાન હશે. યુએન માનવાધિકાર પરિષદમાં સભ્યપદ માટે રશિયન ફેડરેશનના અધિકારોનું સસ્પેન્શન એ વિકલ્પ નથી, પરંતુ આપણી ફરજ છે.” યુએન જનરલ એસેમ્બલીએ રશિયાને માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, ”બુચામાં નાગરિકોની હત્યાના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. અમે આ હત્યાઓને સ્પષ્ટપણે વખોડીએ છીએ અને સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન આપીએ છીએ. કટોકટીની અસર પ્રદેશની બહાર પણ અનુભવાઈ છે, ખાસ કરીને ઘણા વિકાસશીલ દેશો માટે ખોરાક અને ઉર્જા ખર્ચમાં વધારો થવા સાથે. સંઘર્ષના વહેલા ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્રની અંદર અને બહાર રચનાત્મક રીતે કામ કરવું તે આપણા સામૂહિક હિતમાં છે.”
બીજી તરફ, યુએન જનરલ એસેમ્બલીમાં રશિયાના પ્રતિનિધિએ કહ્યું કે, ”અમે આ ડ્રાફ્ટ ઠરાવને મતદાન માટે મૂકવા માંગીએ છીએ અને અહીં હાજર દરેકને તમારા નિર્ણય પર ખરેખર વિચાર કરવા માંટે કહી છીએ. પશ્ચિમી દેશો અને તેમના સહયોગીઓ દ્વારા વર્તમાન માનવાધિકાર સ્થાપત્યને નષ્ટ કરવાનો પ્રયાસ અમારી વિરુદ્ધ મતદાન કરવા માટે બોલાવીને કરવામાં આવ્યો છે.”
આ અંગે તમારા શું મંતવ્યો છે ?? નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો..
Published On - 10:55 pm, Thu, 7 April 22