અફઘાનિસ્તાનમાં હાલ જે સ્થિતિ છે તેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ચારે તરફ હાહાકાર મચેલો છે. લોકો પોતાની જન્મ ભૂમી, પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં શરણ મેળવવા માટે મજબૂર બન્યા છે. તાલિબાનની બર્બરતાના પુરાવા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેવામાં હાલ તાલિબાનનો એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને હેલિકોપ્ટર પર લટકાવી દેવામાં આવ્યો અને તે લાંબા સમય સુધી હવામાં લટકતો રહ્યો.
આ વીડિયોમાં તાલિબાનના લડાકુઓને અમેરીકી બ્લેક હોક હેલિકોપ્ટરને ઉડાવતા જોઇ શકાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ હેલિકોપ્ટર સાથે એક દોરડા પર લાશને લટકાવવામાં આવી હતી. આ વીડિયો કંધારનો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ જેની લાશ લટકાવવામાં આવી છે તે લાશ અમેરીકાના મદદગાર વ્યક્તિની છે.
If this is what it looks like… the Taliban hanging somebody from an American Blackhawk… I could vomit. Joe Biden is responsible.
— Liz Wheeler (@Liz_Wheeler) August 30, 2021
આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ હેલિકોપ્ટર સાથે લટકેલો છે અને તાલિબાનીઓ કંધાર પ્રાંતના આકાશમાં તેને ઉડાવી રહ્યા છે. આ વીડિયો નીચેથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ નથી રહ્યુ કે આ માણસ જીવીત છે કે પછી મૃત છે. રિપોર્ટ્સ પ્રમાણે, તાલિબાને આ વ્યક્તિની લાશને બાંધી છે જેની પહેલા જ તેઓ હત્યા કરી ચુક્યા છે.
આ વીડિયોના વાયરલ થયા બાદ યૂઝર્સ ઘણા સવાલો પુછી રહ્યા છે. આ હેલિકોપ્ટરને કોણ ઉડાવી રહ્યુ છે ? શું તાલિબાનીઓ એટલા ટ્રેન્ડ છે કે તેઓ આ પ્રકારના હેલિકોપ્ટરને ઉડાવી શકે. લોકોનું એ પણ કહેવુ છે કે અમેરીકાએ પોતાના સૈન્યને આટલી જલ્દી બોલાવીને ભૂલ કરી છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –