Viral Video : કાઠમાંડૂથી દુબઈ જતા વિમાનના એન્જિનમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ભયંકર દ્રશ્યો

Fly Dubai Flight Caught Fire: સતત બીજા દિવસે ઉડતા પ્લેનમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યાં છે. કાઠમાંડૂ એરપોર્ટથી દુબઈ માટે રવાના થયેલી ફલાઈટના એન્જિનમાં આગ લાગતા ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Viral Video  :  કાઠમાંડૂથી દુબઈ જતા વિમાનના એન્જિનમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ભયંકર દ્રશ્યો
Fly Dubai aircraft
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:06 PM

ભારતના પડોશી દેશ નેપાળમાં આજે 24 એપ્રિલ સોમવારના રોજ કાઠમાંડૂ એરપોર્ટથી દુબઈ માટે જઈ રહેલી ફલાઈટમાં આગ લાગી હતી. ઉડાન ભર્યા બાદ ફલાઈ દુબઈના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. આકાશમાં ઉડતા વિમાનમાં આગ જોઈ સ્થાનિક લોકો દંગ રહી ગયા હતા. આ ઘટનાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નેપાળના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફલાઈ દુબઈની ફલાઈટ 576( બોઈંગ 737-800) હવે સુરક્ષિત લેન્ડ થઈ ગયું છે. આ ફલાઈટ કાઠમાંડૂથી દુબઈ જઈ રહી હતી. કાઠમાંડૂ એરપોર્ટનું સંચાલન હવે ફરી સામાન્ય બની ગયું છે. હવે આ વિમાનને ફરી દુબઈ મોકલવામાં આવશે. આ ફલાઈટમાં 120 નેપાળી અને 49 વિદેશી નાગરિકો હતા. તે તમામ હાલમાં સુરક્ષિત છે.

ઉડતા પ્લેનમાં લાગી આગ

 

 

રવિવારે પણ પ્લેનમાં લાગી હતી આગ

રવિવારે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં પક્ષી અથડાયા બાદ એન્જિનમાં અચાનક આગ લાગવા લાગી હતી. આગ લાગતા ફ્લાઈટમાં હંગામો મચી ગયો હતો. ફ્લાઈટમાં આગ લાગ્યા બાદ તેનું અમેરિકાના ઓહાયો એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ફ્લાઈટના જમણા એન્જિનમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે.

એક ટ્વિટર યુઝરે આ ઘટનાનો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘@FAANews AA1958 પર ટેક ઓફ થયાના થોડા સમય બાદ જ મેં એન્જિનમાં કેટલીક સમસ્યાઓ જોઈ. એન્જિનમાંથી જ્વાળાઓ નીકળી રહી હતી અને ફ્લાઈટમાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. સીએનએન અનુસાર, બોઇંગ 737 ફ્લાઇટ 1958 કોલંબસથી ફોનિક્સ માટે રવાના થઇ હતી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું કે ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. જ્હોન ગ્લેન કોલંબસ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે સવારે CMH ખાતે વિમાનની ઘટનાનો ઈમરજન્સી ક્રૂએ જવાબ આપ્યો હતો, જેમાં એન્જિનમાં આગ લાગી હતી.” ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ અને એરપોર્ટ ખુલ્લું અને કાર્યરત હતું. .

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…