Vijay Mallya Case: બ્રિટિશ હાઇકોર્ટે વિજય માલ્યાને દેવાળીયો જાહેર કર્યો, ભારતીય બેંકો માટે હવે સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ મોકળો

|

Jul 27, 2021 | 7:21 AM

EDએ દાવો કર્યો છે કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi ), મેહુલ ચોક્સી (Mehul choksi) અને માલ્યા દ્વારા કરાયેલા કથિત બેંક છેતરપિંડીના કેસોમાં 58 ટકા જેટલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે.

Vijay Mallya Case: બ્રિટિશ હાઇકોર્ટે વિજય માલ્યાને દેવાળીયો જાહેર કર્યો, ભારતીય બેંકો માટે હવે સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ મોકળો
વિજય માલ્યા

Follow us on

Vijay Mallya Case: યુકે હાઈકોર્ટે (UK High Court) વિજય માલ્યા સામે ‘નાદારીનો આદેશ’ જારી કર્યો છે, ત્યારબાદ ભારતીય બેંકોને વિશ્વભરમાં તેની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ યુકે હાઈકોર્ટ દ્વારા નાદારીના આદેશ સામે અપીલ કરવાના કોઈપણ અધિકારને નકારી દીધો છે.

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને લોન આપનારી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના બેંકોના ખાતાઓમાં વધુ 7952 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate – ED ) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ઇડીએ દાવો કર્યો છે કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi ), મેહુલ ચોક્સી (Mehul choksi) અને માલ્યા દ્વારા કરાયેલા કથિત બેંક છેતરપિંડીના કેસોમાં 58 ટકા જેટલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે. વિજય માલ્યા કેસમાં ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, SBIની આગેવાની હેઠળના સમૂહોને કિંગફિશર એરલાઇન્સના શેર વેચીને રૂ 792.11 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

9000 કરોડ રૂપિયા નહીં ચુકવ્યાનો આરોપ

આ શેર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એસબીઆઇની આગેવાની હેઠળની લોન આપનારી બેંકોને સોંપવામાં આવ્યા હતા. આ શેરો ED દ્વારા પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જોડાયેલા હતા. ગયા મહિને આ જ કેસમાં, શેરના વેચાણ દ્વારા રૂ. બેન્કોને રૂ 7,181 કરોડ મળ્યા હતા. ઇડી અને સીબીઆઈ યુકે ભાગી ગયેલા માલ્યા સામે 9,000 કરોડ રૂપિયાના કથિત બેંક ફ્રોડની તપાસ કરી રહી છે જે હાલ તેની બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સ સાથે જોડાયેલી છે.

વિજય માલ્યા પર અનેક બેન્કોમાંથી લેવામાં આવેલી આશરે 9,000 કરોડ રૂપિયાની લોન ભરપાઇ ન કરવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એસબીઆઈની આગેવાનીવાળી બેંકોને આશરે 6,624 કરોડ રૂપિયાના યુબીએલ શેર ટ્રાન્સફર કર્યા પછી 23 જૂનના રોજ ડેબટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) દ્વારા આ શેર વેચવામાં આવ્યા હતા.

ક્યાં દેશમાં છે ભાગેડુ કારોબારીઓ
ઇડીએ આ શેરોને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જોડ્યા હતા. હાલમાં વિજય માલ્યાની લંડનમાં, નીરવ મોદીને લંડનની જેલમાં અને મેહુલ ચોક્સીને ડોમિનિકાની ધરપકડ કરવામાં આવી છે. પીએમએલએ તપાસ પૂરી થઈ ગઈ છે અને ઇડીએ ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણેયને ભારત લાવવા યુ.કે. અને એન્ટિગુઆ-બાર્બુડાને પ્રત્યાર્પણની વિનંતીઓ (Extradition requests ) મોકલવામાં આવી છે.

 

આ પણ વાંચો: GUJARAT : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમને એલર્ટ પર રખાઈ

 

આ પણ વાંચો:VADODARA : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન, હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

Next Article