Pakistan Video: ‘બુલેટપ્રૂફ બુરખો’ પહેરી કોર્ટ પહોંચ્યા ઇમરાન ખાન, તમે કોઈ દિવસ જોઈ છે પાકિસ્તાની Z પ્લસ સુરક્ષા?

|

Apr 04, 2023 | 7:22 PM

ઈમરાન ખાન આજે લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન કોર્ટે તેમના વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી લંબાવ્યા હતા. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ઈમરાન ખાન દરેક તારીખે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહે. ઈમરાન ખાનની કોર્ટમાં હાજરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Pakistan Video: બુલેટપ્રૂફ બુરખો પહેરી કોર્ટ પહોંચ્યા ઇમરાન ખાન, તમે કોઈ દિવસ જોઈ છે પાકિસ્તાની Z પ્લસ સુરક્ષા?
Image Credit source: Twitter

Follow us on

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો લાહોરની કોર્ટમાં હાજરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાન ભારે સુરક્ષા વચ્ચે આતંકવાદ વિરોધી કોર્ટમાં હાજર થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓ તેમના ખભા પાછળ લટકતુંં બુલેટપ્રૂફ બેલેસ્ટિક શિલ્ડ સાથે ચાલતા જોવા મળે છે.

આ પણ વાચો: Pakistan: PoK એસેમ્બલીએ અમિત શાહના પ્રસ્તાવનું કર્યું સમર્થન, પાકિસ્તાન ગુસ્સે ભરાયું

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેમણે બેલેસ્ટિક શિલ્ડ સાથે ઈમરાન ખાનની આસપાસ એક વર્તુળ બનાવ્યું હતું, જેથી કોઈ હુમલાખોર ઉપરથી ગોળીબાર ન કરી શકે. ખુદ ઈમરાન ખાનનું માથું ખભા સુધી ગોળાકાર બુલેટપ્રૂફ કેપથી ઢંકાયેલું હતું. જોવા માટે આ કેપમાં એક નાનું કાણું પણ હતું. સોશિયલ મીડિયા પર તેને પાકિસ્તાનની Z+ સુરક્ષા ગણાવવામાં આવી રહી છે.

 

 

ક્યાંનો અને ક્યારેનો છે આ વીડિયો

ઈમરાન ખાનનો આ વીડિયો આજનો છે. આ વીડિયો ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. ઈમરાન ખાન આજે લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં હાજર થયો હતો, જ્યાં તેની જામીન 13 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી.

ઈમરાન કોર્ટમાં હાજર થયા પછી, એટીસીના ન્યાયાધીશ અબર ગુલ ખાને ઘણા કેસોમાં ભૂતપૂર્વ વડા પ્રધાનની જામીનની મુદત લંબાવવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમની પાર્ટી પીટીઆઈએ વીડિયો જાહેર કરીને કહ્યું કે ઈમરાન ખાનને માથા પર બુલેટપ્રૂફ બ્લેક કેપ પહેરીને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કયા કેસમાં ઈમરાન ખાન હાજર થયા હતા

છેલ્લી સુનાવણીમાં, ન્યાયાધીશ ઈજાઝ અહમદ બટ્ટરે પીટીઆઈના વડા ઈમરાન ખાનને દરેક સુનાવણીમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવા અને કેસોમાં પોલીસ તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. ઈમરાન ખાન અને તેમના પક્ષના અન્ય નેતાઓ વિરુદ્ધ જમાન પાર્કમાં રહેઠાણની તલાશી લેવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરવા, સરકારી સંપત્તિને સળગાવવા અને તોફાનો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાન પીનલ કોડની વિવિધ કલમો ઉપરાંત આતંકવાદ વિરોધી અધિનિયમ, 1997ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો છે.

ઈમરાન ખાન પર થઈ ચુક્યો છે જીવલેણ હુમલો

ગયા વર્ષે 3 નવેમ્બરે વજીરાબાદમાં લોંગ માર્ચ દરમિયાન ઈમરાન ખાન પર હુમલો થયો હતો. આ દરમિયાન કન્ટેનર પર ઉભેલા ઈમરાન ખાનને જમણા પગમાં ગોળી વાગી હતી. આ હુમલામાં ઈમરાન ખાનનો જીવ બચી ગયો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાની સુરક્ષા દળો તેમની સુરક્ષાને લઈને ખૂબ જ સતર્ક છે.

આસિફ અલી ઝરદારી પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ

ખુદ ઈમરાન ખાને દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકાર તેમની હત્યા કરાવવા માંગે છે. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ અલી ઝરદારી પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઈમરાન ખાને દાવો કર્યો છે કે ઝરદારીએ તેમની હત્યા માટે આતંકવાદીઓને પૈસા ચૂકવ્યા હતા.

Next Article