વેનેઝુએલાના (Venezuela) રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ (Nicolas Maduro) રશિયા સાથે મજબૂત લશ્કરી સહયોગનું વચન આપ્યું છે. બુધવારે અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આના એક દિવસ પહેલા અમેરિકા અને અન્ય ઘણા દેશોએ વેનેઝુએલામાં લાંબા સમયથી ચાલી રહેલા સંકટનો ઉકેલ શોધવા માટે વાતચીત કરી હતી. માદુરોએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું, “અમે શક્તિશાળી સૈન્ય સહકારની સમીક્ષા કરી છે અને અમે શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે રશિયા સાથે શક્તિશાળી સૈન્ય સહયોગનો માર્ગ ખોલ્યો છે.” રશિયા સાથે તૈયારી, તાલીમ અને સહયોગને આગળ વધારશે.
આ નિવેદનના એક મહિના પહેલા, માદુરો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચેના સહયોગ અંગે ફોન પર વાતચીત કરી હતી. રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવ અને વેનેઝુએલાના પેટ્રોલિયમ પ્રધાન તારેક અલ-આસામીની હાજરીમાં માદુરોએ જણાવ્યું હતું કે બુધવારની બેઠકમાં આર્થિક, વાણિજ્ય અને પ્રવાસન-સંબંધિત વિષયો પર પણ ચર્ચા થઈ હતી.
તાજેતરમાં, રાયબકોવે જણાવ્યું હતું કે યુએસ અને નાટોએ યુક્રેન અને અન્ય ભૂતપૂર્વ સોવિયેત દેશોમાં ગઠબંધન દળોના વિસ્તરણને રોકવાની બાંહેધરી આપવાની રશિયાની માગને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે પ્રયાસોમાં ઢીલને કારણે વાટાઘાટો ચાલુ રાખવાની શક્યતા અંગે શંકા ઊભી થઈ છે. હાલમાં યુક્રેન સહિત તમામ મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ અત્યારે સૌથી મોટો મુદ્દો યુક્રેનનો છે.
નાટો-રશિયાની બેઠક તેની સુરક્ષા માંગણીઓને લઈને યુક્રેન નજીક રશિયાની સૈન્ય તૈનાતી વચ્ચેના અંતરને દૂર કરવામાં સફળ થઈ ન હતી. રશિયાના RTVI ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં રાયબકોવે કહ્યું, ‘આ બધું આપણા અમેરિકન સમકક્ષોની પ્રવૃત્તિઓ પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે જો અમેરિકા રશિયાને ઉશ્કેરતી કાર્યવાહી કરે છે અને તેના પર સૈન્ય દબાણ લાવે છે તો રશિયા પણ સૈન્ય અને તકનીકી પગલાં લઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેનેઝુએલા અને ક્યુબામાં હથિયારોની તૈનાતી પર રશિયાએ બંને દેશો સાથે વાત કરી છે. રશિયન ન્યુક્લિયર બોમ્બર્સ 2018માં વેનેઝુએલામાં ફ્લાયપાસ્ટ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –