સરકાર ખાલિસ્તાની (Khalistani) આતંકવાદીઓ સામે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી. આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OIC) કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કે ભારતીય એજન્સીઓ પણ આ મામલે તપાસ શરૂ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસને નુકસાન પહોંચાડનારા અથવા ત્યાં હિંસક વિરોધ કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને OCI કાર્ડ્સ રદ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં, તેમની સંપૂર્ણ માહિતી ભારતના તમામ એરપોર્ટને આપવામાં આવશે અને ભારતમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહીની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે – PM મોદીએ મન કી બાતમાં કહ્યું
એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થયેલા તમામ હિંસક પ્રદર્શનોની તમામ વિગતો કેનેડા, અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોને આપવામાં આવી છે. શરૂઆતમાં એવા લોકોની યાદી બનાવવામાં આવી રહી છે, જેઓ આવા પ્રદર્શનમાં સતત સક્રિય છે. તેમનો ઉદ્દેશ્ય ભારતની છબી ખરાબ કરવાનો છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની ષડયંત્ર પર ડબલ સ્ટ્રાઈક કરી છે. ભારતમાં આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ આવા 25 આતંકીઓની યાદી તૈયાર કરી છે. ગઈકાલે NIAએ ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. પન્નુ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. ભારતમાં ઘણી ગંભીર કલમો હેઠળ તેની સામે કેસ નોંધાયેલા છે.