USA Shooting: મિનેસોટાના ‘મોલ ઑફ અમેરિકા’માં જોરદાર ગોળીબાર થતા નાસભાગ મચી ગઇ

|

Aug 05, 2022 | 8:51 AM

પોલીસ ઘટના સમયે આસપાસ હાજર લોકોની પૂછપરછ કરીને શંકાસ્પદ બંદૂકધારીને શોધવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, હજુ સુધી તેના સંબંધમાં કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

USA Shooting: મિનેસોટાના મોલ ઑફ અમેરિકામાં જોરદાર ગોળીબાર થતા નાસભાગ મચી ગઇ
Massive Shooting in USA (PC: TV9)

Follow us on

અમેરિકા (USA) માં ‘ગન કંટ્રોલ લો’ લાગુ થવા છતાં બંદૂકની હિંસાની ઘટનાઓ ચાલુ છે. હવે નવી ઘટના મિનેસોટાના બ્લૂમિંગ્ટનથી સામે આવી છે. જ્યાં અમેરિકાના મોલમાં જબરદસ્ત ગોળીબાર થયો છે. બ્લૂમિંગ્ટન પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના બાદ શંકાસ્પદ હુમલાખોર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેથી કોઈ પકડાઈ શક્યું ન હતું. પોલીસ ઘટના સમયે આસપાસ હાજર લોકોની પૂછપરછ કરીને શંકાસ્પદ બંદૂકધારીને શોધવાનો પ્રયાસ કરી રહી છે. જો કે હજુ સુધી તેના સંબંધમાં કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 6 વાગે બની હતી. હુમલાખોરે મોલની અંદર ઓછામાં ઓછી ત્રણ ગોળીઓ ચલાવી હતી. ત્યાર બાદ આસપાસ હાજર લોકો અને દુકાનદારો મોલની અંદર દરેક જગ્યાએ છુપાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ કેમ્પસમાં પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. જોકે બંદૂકધારી ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ વીડિયો પણ શેર કર્યો છે. જેમાં લોકો પોતાનો જીવ બચાવતા ભાગતા જોઈ શકાય છે. ફાયરિંગ બાદ ઘણા લોકો મોલના ખૂણામાં છુપાયેલા જોવા મળ્યા હતા. એક વિડિયો ફૂટેજમાં બ્લૂમિંગ્ટન પોલીસ બંદૂકધારીને શોધી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વોશિંગ્ટનમાં પણ થઇ ગોળીબારી

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. તો સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, તેઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યો. એક પ્રત્યક્ષદર્શી જોડીસ પિયરે કહ્યું કે, ‘અમે નાઇકી સ્ટોરમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અમે જોરદાર હંગામો સાંભળ્યો. ત્યાર બાદ એક પછી એક ગોળીબારના અવાજો આવ્યા. ત્યાર બાદ અમે બહારની તરફ દોડ્યા. નોંધનીય છે કે સોમવારે પણ અમેરિકામાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. સોમવારે ઉત્તરપૂર્વીય વોશિંગ્ટનમાં ગોળીબાર થયો હતો. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.

 

પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, ફાયરિંગમાં ઓછામાં ઓછા 6 લોકોને ગોળી વાગી હતી. તમને જણાવી દઈએ કે અમેરિકામાં બંદૂકની હિંસા રોકવા માટે ‘ગન કંટ્રોલ લો’ લાવવામાં આવ્યો છે. જો કે તેમ છતાં સતત ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. આ વર્ષે અમેરિકામાં ગોળીબારની 300થી વધુ ઘટનાઓ બની છે.

Next Article