અમેરિકાના કેલિફોર્નિયા-આયોવામાં ગોળીબાર, કુલ 9ના મોત, અનેક ઈજાગ્રસ્ત

અમેરિકાના કેલિફોર્નિયાના એક બંદૂકધારીએ અનેક લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થયા છે.

અમેરિકાના કેલિફોર્નિયા-આયોવામાં ગોળીબાર, કુલ 9ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Suspected accused
Image Credit source: AFP
| Edited By: | Updated on: Jan 24, 2023 | 8:36 AM

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. કેલિફોર્નિયામાં કરાયેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ આયોવામાં આવેલી એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં બે વિદ્યાર્થીના મોત થયા છે. અને એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા છે.

અમેરિકાના કેલિફોર્નિયાના એક બંદૂકધારીએ અનેક લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થયા છે. આ ઘટના મંગળવારે બની હતી. જ્યારે ઘણા લોકો હાફ મૂન બેમાં સ્થિત હતા, આ દરમિયાન બંદૂકધારીએ લોકો પર આડેધડ ગોળીબાર કર્યો હતો. પોલીસે શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આરોપીની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસે કહ્યું છે કે આ હુમલો કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યો નથી.

શાળામાં ગોળીબાર, બે વિદ્યાર્થીઓ માર્યા ગયા, એક શિક્ષક ઘાયલ

અમેરિકામા ગોળીબારની બીજી ઘટના આયોવામાં ઘટી છે. આયોવામાં આવેલી એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આયોવાના ડેસ મોઈનેસમાં એક શાળામાં કરાયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે અને એક શિક્ષક ઘાયલ થયો છે.

ઘણા શંકાસ્પદો કસ્ટડીમાં

સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે, અમેરિકા પોલીસને ટાંકીને જણાવ્યું કે, ગોળીબારની ઘટના બાદ અનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેસ મોઈન્સ સ્કૂલમાં શરૂ થઈ રહેલા એક શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન ફાયરિંગની ઘટના બનવા પામી હતી.

હોસ્પિટલમાં બે વિદ્યાર્થીઓના મોત થયા

પોલીસનું કહેવું છે કે, ગોળીબારની ઘટના બાદ ઈમરજન્સી ક્રૂને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા. જે બિઝનેસ પાર્કમાં આવેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 1 વાગ્યા પહેલા બની હતી. શાળામાં કરાયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી. ત્યારબાદ અધિકારીઓ દ્વારા તેમને તાત્કાલિક CPR આપવામાં આવ્યું હતું. પરંતુ બંને વિદ્યાર્થીઓનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઇજાગ્રસ્ત શિક્ષકની હાલત ગંભીર છે.