અમેરિકાનો સોમાલિયામાં હુમલો, અલકાયદા સાથે જોડાયેલ અલ-શબાબના 30 લડવૈયા માર્યા ગયા

યુએસ સૈન્યએ એક નિવેદનમાં કહ્યું કે, સોમાલિયા સમગ્ર પૂર્વ આફ્રિકામાં સ્થિરતાનું કેન્દ્ર છે. યુએસ આફ્રિકા કમાન્ડ ફોર્સ અલ-શબાબનો ખાત્મો બોલાવવા માટે માટે ગઠબંધન સૈન્યદળને તાલીમ, સાધનો અને સલાહ આપવાનું ચાલુ રાખશે.

અમેરિકાનો સોમાલિયામાં હુમલો, અલકાયદા સાથે જોડાયેલ અલ-શબાબના 30 લડવૈયા માર્યા ગયા
US strike in Somalia
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 22, 2023 | 7:18 AM

અમેરિકાના સૈન્ય હુમલામાં મધ્ય સોમાલી શહેર ગલકાડ નજીક શુક્રવારે લગભગ 30 ઇસ્લામી અલ-શબાબ લડવૈયાઓ માર્યા ગયા હતા. યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેના અને લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુથી 260 કિમી ઉત્તર-પૂર્વમાં ગલકાડ પાસે થયો હતો. યુએસ આફ્રિકા કમાન્ડે મૂલ્યાંકન કર્યું હતું કે, દૂરસ્થ સ્થાનને કારણે કોઈ નાગરિક ઘાયલ અથવા માર્યા ગયા નથી. યુએસ દળોએ સોમાલિયા નેશનલ આર્મીના સમર્થનમાં સામૂહિક સ્વ-રક્ષણ હુમલો શરૂ કર્યો. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલું છે.

આતંકવાદી જૂથનો સામનો કરવા માટે યુએસની મંજૂરી

મે 2022 માં, રાષ્ટ્રપતિ જો બાઈડને આતંકવાદી જૂથનો સામનો કરવા માટે આફ્રિકા પ્રદેશમાં યુએસ સૈનિકોને ફરીથી ગોઠવવાની પેન્ટાગોનની વિનંતીને મંજૂરી આપી હતી. ત્યારથી અમેરિકી સેના સોમાલી સરકારને પોતાનું સમર્થન આપી રહી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020 માં દેશમાંથી તમામ અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો.

યુએસ કમાન્ડ ફોર્સ તાલીમ અને સલાહ આપવાનું ચાલુ રાખશે

યુએસ સેનાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમાલિયા પૂર્વ આફ્રિકામાં સ્થિરતા અને સુરક્ષાનું કેન્દ્ર બની રહ્યું છે. યુએસ આફ્રિકા કમાન્ડ દળો અલ-શબાબ અને સૌથી ઘાતક અલ-કાયદાને હરાવવા માટે સહયોગી દળોને જરૂરી તાલીમ, સાધનો અને સલાહ આપવાનું ચાલુ રાખશે.

અલ-શબાબ લડવૈયાઓ સામે યુદ્ધ ચાલુ

અમેરિકાની ન્યૂઝ ચેનલ સીએનએનના અહેવાલો અનુસાર, તાજેતરના મહિનાઓમાં યુએસ સેનાએ આ ક્ષેત્રમાં ઘણા હુમલા કર્યા છે. ઑક્ટોબર 2022 માં, અમેરિકાના હુમલામાં મોગાદિશુથી લગભગ 218 કિમી ઉત્તર-પશ્ચિમમાં અલ-શબાબના બે લડવૈયાઓ માર્યા ગયા હતા. નવેમ્બરમાં અલ-શબાબના 17 લડવૈયાઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.