
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ યુદ્ધને ખતમ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઘણા સમય પહેલા યુક્રેન પર પરમાણુ હુમલો કરી દીધો હોત. શક્ય છે કે ભારત અને ચીને તેમને આમ કરતા રોક્યા છે. ધ એટલાન્ટિક સાથેના ઇન્ટરવ્યુમાં બ્લિંકને કહ્યું, પુતિન આ યુદ્ધમાં વધુ આક્રમક પ્રતિક્રિયા આપી શકે છે. મોસ્કો તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ મળી રહી હતી. આ ચિંતાનો વિષય છે.
બ્લિંકને કહ્યું કે, આ યુદ્ધનો અંત લાવવા અમે એવા તમામ દેશોને વિનંતી કરી છે કે જેમના સંબંધો રશિયા સાથે સારા છે. જેમાં ચીન અને ભારતનો પણ સમાવેશ થાય છે. તેની અસર પણ જોવા મળી હતી. બંને દેશોએ રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા રોકવાનો પ્રયાસ કર્યો અને તે સફળ રહ્યા હતા.
બ્લિંકને કહ્યું કે, દશકાઓથી ભારતને રશિયા દ્વારા લશ્કરી સાધનો પૂરા પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે જે જોયું છે તે રશિયા પર વિશ્વાસ કરવા અને અમારી સાથે અને ફ્રાન્સ જેવા અન્ય દેશો સાથે ભાગીદારીમાં આગળ વધવાનો માર્ગ છે.
આ પહેલા રવિવારે એક ઈન્ટરવ્યુમાં બ્લિંકને ચીનને મોટો ખતરો ગણાવ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે, અમેરિકી ગુપ્તચર એજન્સીએ માહિતી આપી છે કે ચીન રશિયાને હથિયાર અને દારૂગોળો આપવા પર વિચાર કરી રહ્યું છે જે આવનારા સમયમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
આ પણ વાચો: પુતિન પરમાણુ યુદ્ધ તરફ ! અમેરિકાના આ પગલાથી રશિયન પ્રેસિડેન્ટનો પારો ચડ્યો
એન્ટની બ્લિંકને વધુમાં જણાવ્યું હતું કે ચીન ન તો રશિયાની કાર્યવાહીની ટીકા કરે છે અને ન તો તે રશિયા પર યુક્રેનના હુમલાને ખોટું માને છે. તેમણે ચેતવણી આપી હતી કે ચીન તરફથી કોઈપણ શસ્ત્ર સપ્લાય માત્ર પશ્ચિમી દેશો માટે જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ સમસ્યા ઊભી કરી શકે છે.