US-Russia Talks: અમેરિકા-રશિયા વચ્ચે વાતચીત પૂર્ણ, શું યુક્રેન સાથે ટળી જશે યુદ્ધનો ખતરો ?

|

Jan 11, 2022 | 6:59 AM

અમેરિકા અને રશિયા વચ્ચે આ અઠવાડિયે જીનીવામાં (Geneva) ત્રણ વખત બેઠક યોજાવા જઈ રહી છે. આ સિલસિલામાં સોમવારે પ્રથમ બેઠક થઇ હતી.

US-Russia Talks: અમેરિકા-રશિયા વચ્ચે વાતચીત પૂર્ણ, શું યુક્રેન સાથે ટળી જશે યુદ્ધનો ખતરો ?
US-Russia Talks: ( Symbolic Image)

Follow us on

રશિયા (Russia) અને અમેરિકાના રાજદ્વારીઓ સોમવારે જીનીવામાં (Geneva)  મળ્યા હતા. બંને પક્ષો વચ્ચે આ બેઠક ત્યારે થઈ છે જ્યારે યુક્રેન પર રશિયા દ્વારા હુમલાનો ખતરો ઉભો થયો છે. વધુમાં, બેઠકમાં ક્રેમલિનની વ્યાપક સુરક્ષા માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રશિયા યુક્રેન (Ukraine) પર હુમલો કરે તેવો ભય શીત યુદ્ધ પછીના સૌથી ખરાબ મોસ્કો-વોશિંગ્ટન તણાવ તરફ દોરી ગયો છે. જિનીવામાં અમેરિકાના નાયબ વિદેશ સચિવ વેન્ડી શેરમેન અને રશિયન નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ રાયબકોવ વચ્ચે આખા દિવસની વાટાઘાટો પછી બંને પક્ષોએ અલગ-અલગ બ્રીફિંગ યોજવાનું નક્કી કર્યું.

રશિયાએ ‘નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન’ (NATO) યુરોપમાં તેના વિસ્તરણને રોકવાની માંગ કરી છે. આ ઉપરાંત નાટોએ પૂર્વ અને મધ્ય યુરોપિયન દેશોમાં તેની લશ્કરી હાજરીને દૂર કરવી જોઈએ. પૂર્વ અને મધ્ય યુરોપીયન દેશો 1997માં નાટોમાં જોડાયા હતા. જોકે, અમેરિકાએ આ માંગણીઓને અવાસ્તવિક ગણાવીને ફગાવી દીધી છે. પરંતુ તેણે કહ્યું કે તે મિસાઇલો અને લશ્કરી કવાયતોની જમાવટમાં ઘટાડો કરશે. રશિયાને ડર છે કે જો યુક્રેન નાટોનો હિસ્સો બને અને મોસ્કો કિવ પર હુમલો કરે તો ગઠબંધન દેશો તેના પર હુમલો કરી શકે છે. જેના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો ઉભો થયો છે.

રશિયા અને યુક્રેન વિશે શું કહેવાનું ?

રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આમ કરીને તેણે અમેરિકા અને યુક્રેન બંનેને ચેતવણી આપી છે કે તે હુમલો કરવા માટે તૈયાર છે. જોકે, રશિયાએ દર વખતે સત્તાવાર રીતે કહ્યું છે કે તેનો હુમલો કરવાનો ઈરાદો નથી. પરંતુ તેણે નિશ્ચિતપણે કહ્યું છે કે તે સરહદ પર નાટોની વધતી હાજરી અને રશિયા સમર્થિત અલગતાવાદીઓ પર કાર્યવાહીને ધ્યાનમાં રાખીને તૈનાત કરી રહ્યા છે. સાથે જ યુક્રેનનું કહેવું છે કે તે ન તો રશિયા પર હુમલો કરવા માંગે છે અને ન તો અલગતાવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગે છે. બીજી તરફ અમેરિકા અને તેના સહયોગીઓએ કહ્યું કે જો રશિયાએ હુમલો કર્યો તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તાત્કાલિક સફળતાની ઓછી તક

અમેરિકા અને રશિયા આ અઠવાડિયે જીનીવામાં ત્રણ વખત મળવા જઈ રહ્યા છે. સોમવારની બેઠક આ શ્રેણીની પ્રથમ બેઠક હતી. નાટો સાથે રશિયન પરામર્શ બુધવારે બ્રસેલ્સમાં અને એક દિવસ પછી વિયેનામાં યુરોપમાં સુરક્ષા અને સહકાર માટે 57-રાષ્ટ્રીય સંગઠનના માળખા હેઠળ થશે. સપ્તાહના અંતે અમેરિકા સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને બેઠકોમાંથી તાત્કાલિક સફળતા નકારી કાઢી હતી. તે જ સમયે, રાષ્ટ્રપતિ જો બાઇડને અને વ્લાદિમીર પુટિને ગયા મહિને તેમના મતભેદોને ઉકેલવા માટે એક મોટો રાજદ્વારી પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ કોઈ ફાયદો જોવા મળ્યો નથી.

આ પણ વાંચો : Precaution Dose: Precaution Dose: પહેલા જ દિવસે 9 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા, AIIMSના ડિરેક્ટરે પણ લીધો બૂસ્ટર ડોઝ

આ પણ વાંચો : Belated ITR : 31 માર્ચ સુધી વિલંબિત રિટર્ન ફાઈલ નહિ કરનારને દંડ સાથે જેલના સળિયા ગણવા પડશે, જાણો શું છે નિયમ

Next Article