અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન થોડા દિવસ માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપશે પોતાની સત્તા, જાણો શું છે કારણ

|

Nov 19, 2021 | 10:29 PM

વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પાવર ટ્રાન્સફર કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન થોડા દિવસ માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપશે પોતાની સત્તા, જાણો શું છે કારણ
Us President Joe Biden And Vice President Kamala Harris

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (President Joe Biden) થોડા દિવસ માટે પોતાની તમામ સત્તા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Harris)ને સોંપશે. જાણકારી મુજબ અમેરિકી બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલી તમામ સત્તા કમલા હેરિસને આપવામાં આવશે. કમલા હેરિસ જરૂર પડવા પર આ સત્તાનો ઉપયોગ કરી શકે છે. જાણકારી મુજબ જો બાઈડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લેવાના છે. તેને લઈને તે પોતાનો પાવર કમલા હેરિસને સોંપશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પાવર ટ્રાન્સફર કરશે. આ દરમિયાન તે પોતાની સારવાર માટે એનેસ્થેસિયા લેશે. જો બાઈડેન દર વર્ષે કોલોનોસ્કોપી કરાવે છે. ત્યારે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે.

 

જો બાઈડેન અને કમલા હેરિસની વચ્ચે તકરાર

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છચે જ્યારે હાલમાં જ પ્રેસિડેન્ટ જો બાઈડેન અને કમલા હેરિસની વચ્ચે તકરારના સમાચાર સામે આવ્યા હતા. હેરિસના સ્ટાફનું કહેવું હતું કે તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિની ટીમનું કહેવું હતું કે હેરિસ અમેરિકાની જનતાની સાથે રમી રહી છે.

 

તે સિવાય ગયા મહિને હેરિસની એપ્રૂવલ રેટિંગ પણ બાયડેનના મુકાબલે ઓછી હતી. આવી સ્થિતિમાં હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકાય તેવી અટકળો ચાલી રહી હતી. જણાવવામાં આવી રહ્યું હતું કે તેના માટે બાઈડેન બેકડોરનો રસ્તો અપનાવશે અને હેરિસને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે.

 

મળતી માહિતી અનુસાર વ્હાઈટ હાઉસના સૂત્રોએ સીએનએનને જણાવ્યું કે કમલા હેરિસ અને તેમના સહયોગીઓ સરહદ સંકટ જેવા ‘વો વિન’ મુદ્દાઓ સોંપવા બદલ રાષ્ટ્રપતિથી નારાજ છે. આ સંવેદનશીલ મુદ્દાઓ છે, જેનો સામનો કરવો એ તલવારની ધાર પર ચાલવા જેવું છે.

 

આ પણ વાંચો: અમેરિકાએ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ બુસ્ટરને આપી માન્યતા

 

આ પણ વાંચો: Agricultural Laws: કોંગ્રેસ શનિવારે દેશભરમાં ‘કિસાન વિજય દિવસ’ ઉજવશે, રેલી અને કેન્ડલ માર્ચ યોજશે

Next Article