અમેરિકાએ તેના એરસ્પેસમાં ઉડતા ચીનના ‘જાસૂસ’ બલૂનને તોડી પાડ્યું છે. બલૂન નીચે પડ્યા બાદ બંને દેશો વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. બલૂનને નીચે ઉતાર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેમણે જ બલૂનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ચીને કહ્યું છે કે બલૂન દિશાથી ભટકીને અમેરિકન વિસ્તારમાં ઘુસી ગયુ હતુ.
બાઈડને અમેરિકન એરસ્પેસમાં બલૂન પ્રવેશવાની ઘટનાને અમેરિકન સુરક્ષાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાઉથ કેરોલિનાના દરિયા કિનારા પર યુએસ ફાઈટર જેટ દ્વારા આ બલૂનને તોડી પાડવામાં આવ્યું હતુ. તે જ સમયે, ચીનના વિદેશ મંત્રાલય રવિવારે એક નિવેદન જારી કરી રહ્યું છે કે, બલૂન સામે બળનો ઉપયોગ યોગ્ય નથી અને આમ કરવું આંતરરાષ્ટ્રીય માનક પ્રથાઓનું ઉલ્લંઘન છે.
પેન્ટાગોન અને અન્ય યુએસ અધિકારીઓનું કહેવું છે કે, ચીની જાસૂસી બલૂન ત્રણ સ્કૂલ બસના કદ જેટલુ હતુ. તે લગભગ 60,000 ફૂટની ઉંચાઈએ યુએસ ઉપર પૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું. યુએસ કહે છે કે તેનો ઉપયોગ સર્વેલન્સ અને ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે કરવામાં આવ્યો હતો, અધિકારીઓએ બલુન વિશે થોડી જ માહિતી આપી હતી.
🚨#BREAKING: Incredible HD footage of the Chinese surveillance balloon being shot down
🚨#MyrtleBeach l #SC
Watch incredible HD video of the moment when the Chinese surveillance balloon was shot down by a single missile from an F-22 fighter jet from Langley Air Force Base pic.twitter.com/KjwTrgcvcb
— R A W S A L E R T S (@rawsalerts) February 4, 2023
અમેરિકી સૈન્ય સ્થળો પર દેખરેખ રાખતા કથિત ચીની ગુબ્બારાના શંકાસ્પદ જાસુસીને લઈને બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોમાં ખટાશ આવી છે. આ ઘટનાક્રમ બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમની ચીનનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. જો કે, ચીને આ ઘટનાક્રમને કારણે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનની બેઇજિંગની મુલાકાતને રદ્દ કરવાને કોઈ માહિતી આપી નથી. ચીનનું કહેવું છે કે બંને પક્ષે આવી (મુલાકાત) માટેની કોઈ યોજનાની ઔપચારિક જાહેરાત કરી નથી.
પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું હતું કે NORAD (નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ) આ જાસૂસી બલૂન પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રાયડરે કહ્યું કે ગુરુવારે મોન્ટાનામાં બલૂન જોવા મળ્યો હતો. આની જાણ થતાં જ યુએસ સરકારે સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લીધાં.
તેમણે કહ્યું હતું કે બલૂન વાણિજ્યિક હવાઈ ક્ષેત્રની ઉપર છે અને જમીન પરના લોકો માટે કોઈ ખતરો નથી. સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ, જનરલ માર્ક માઈલી અને યુએસ નોર્ધન કમાન્ડના જનરલ ગ્લેન વેનહર્કને જમીન પર લોકોની સલામતી માટે સંભવિત ખતરાને ઝડપથી જવાબ આપવા સૂચના આપવામાં આવી હતી.
Published On - 8:41 am, Sun, 5 February 23