અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને કેન્સર હોવાનું બહાર આવ્યું છે. આ ખુલાસો વ્હાઇટ હાઉસ દ્વારા કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે જો બાઈડને ગયા મહિને નિયમિત આરોગ્ય તપાસ કરાવી હતી. આ દરમિયાન તેની છાતીમાંથી કેન્સરગ્રસ્ત ત્વચામાંથી પેશીઓ દૂર કરવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડનને હવે કોઈ ખતરો નથી અને વધુ સારવારની જરૂર નથી. જો કે, બાઈડનના સ્વાસ્થ્ય પર દેખરેખ ચાલુ રહેશે.
વ્હાઇટ હાઉસના ડૉ. કેવિન ઓ’કોનોરે મીડિયાને માહિતી આપતા એક નોટ જાહેર કરી હતી કે 16 ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટન ડીસીની બહાર વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં પ્રેસિડેન્ટ બાઈડના ઘામાંથી કેન્સરગ્રસ્ત ‘બેઝલ કોષો’ મળી આવ્યા હતા. બાયોપ્સીએ પુષ્ટિ કરી કે નાનું જખમ બેઝલ સેલ કાર્સિનોમા હતું. વધુમાં કેવિન ઓ’કોનોરે કહ્યું કે કેન્સરના તમામ કોષોને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે.
આ રિપોર્ટ અનુસાર કેન્સરનો પ્રકાર બેઝલ સેલ કાર્સિનોમા હતો, જે સામાન્ય રીતે ફેલાતો નથી અથવા મેટાસ્ટેસાઇઝ થતો નથી. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, બેઝલ અને સ્ક્વામસ સેલ કાર્સિનોમા USમાં ત્વચાના કેન્સરના બે સૌથી સામાન્ય સ્વરૂપો છે. સ્કિન કેન્સર ફાઉન્ડેશન મુજબ,તે તમામ કેન્સરમાં સૌથી વધુ જોવા મળતું સ્વરૂપ છે. તે ધીમે ધીમે વધી રહ્યો છે.ડૉક્ટરો કહે છે કે તે સાજા થઈ શકે છે અને જો તેની વહેલી સારવાર કરવામાં આવે તો નુકસાન ઓછું છે.
રાષ્ટ્રપતિ બનતા પહેલા જ બાઈડનના શરીરમાંથી નોન-મેલાનોમા સ્કિન કેન્સર દૂર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં બાઈડનની પત્નીને પણ કેન્સરની અસર હતી. બાઈડન પરિવાર લાંબા સમયથી કેન્સર સામે લડવા અને સારવારનો મજબૂત હિમાયતી રહ્યો છે. 2015 માં તેમના મોટા પુત્ર વ્યુ મગજના કેન્સરથી મૃત્યુ પામ્યો હતો.
Published On - 9:05 am, Sat, 4 March 23