US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો

|

Oct 23, 2021 | 8:19 AM

અલ-કાયદાના (Al-Qaeda) આતંકી અબ્દુલ હમીદ અલ-માતર (Abdul Hamid al-Matar) પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બે દિવસ પહેલા અમેરિકન ચોકી પર હુમલો થયો હતો.

US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો
File photo

Follow us on

અમેરિકી સેનાએ (US military) સીરિયામાં (Syria) ડ્રોન હુમલામાં અલ-કાયદાના આતંકી અબ્દુલ હમીદ અલ-માતરને  (Abdul Hamid al-Matar) ઠાર માર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ આ માહિતી આપી છે. 

યુએસ આર્મી મેજર જ્હોન રિગ્સ્બીએ શુક્રવારે મોડી રાત્રે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “અલ-કાયદાના આ વરિષ્ઠ નેતાની હત્યાથી અમેરિકન નાગરિકો, અમારા સાથીઓ અને નિર્દોષ નાગરિકોને જોખમમાં મૂકનારા વૈશ્વિક હુમલાનું કાવતરું રચીને અંજામ નહીં આપી શકે.

મેજર જોન રિગસ્બીએ કહ્યું કે આ હુમલાથી અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલો MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલો દક્ષિણ સીરિયામાં અમેરિકન ચોકી પર હુમલાના બે દિવસ બાદ થયો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રિગસ્બીએ કહ્યું, “અલ-કાયદા યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સાથીઓ માટે ખતરો છે.” અલ-કાયદા સંગઠનને પુનઃ નિર્માણ કરવા, બહારના સાથીઓ સાથે સંકલન કરવા અને બાહ્ય કામગીરીની યોજના બનાવવા માટે સીરિયાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરે છે.

રિગ્સ્બીએ એ જણાવ્યું ન હતું કે, ચોકી પરના હુમલાના જવાબમાં અમેરિકન ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો કે નહીં તેણે એ પણ જણાવ્યું નથી કે સીરિયાના કયા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં પેન્ટાગનમાં બળવાખોરો દ્વારા નિયંત્રિત ઉત્તર-પશ્ચિમ સીરિયામાં પણ હુમલો કર્યો હતો.

જેમાં અલ-કાયદાના અન્ય વરિષ્ઠ નેતા સલીમ અબુ-અહમદનું મોત થયું હતું. અગાઉનો હવાઈ હુમલો ઇડલિબના ગવર્નરેટ નજીક કરવામાં આવ્યો હતો. ઇદલિબ અને પડોશી અલેપ્પો પાસે મોટા પ્રમાણમાં સીરિયન સશસ્ત્ર જૂથો છે.

અહીં અલ-કાયદા સાથે જોડાયેલા હયાત તાહિરી અલ-શામ સહિત સશસ્ત્ર જૂથોનું પ્રભુત્વ ધરાવે છે. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધે એક જટિલ યુદ્ધભૂમિ બનાવી છે, જેમાં અલ-કાયદાથી જોડાયેલા મિલિશિયા અને અન્ય સશસ્ત્ર સમૂહ, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ અને વિદેશી દળો સામેલ છે. 2011માં શરૂ થયું ત્યારથી યુદ્ધમાં લગભગ 5 લાખ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો : ચીનની દરેક નાપાક હરકતનો જડબાતોબ જવાબ આપવા ભારતે પ્લાન કર્યો મજબૂત, એક્શનમાં જોવા મળ્યા સૈનિકો

આ પણ વાંચો : Jammu-Kashmir : હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને 15 વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ, અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા

Next Article