Russia Ukraine War: યુક્રેન સામેના જંગમાં અત્યાર સુધી 15 હજાર રશિયન સૈનિકોના મોત, 45 હજારથી વધુ ધાયલ થયા હોવાનો અમેરિકાનો દાવો

|

Jul 21, 2022 | 11:01 AM

Russia Ukraine War: અમેરિકન એજન્સી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ડિરેક્ટર વિલિયમ્સ બર્ન્સે બુધવારે આ દાવો કર્યો છે. આ યુદ્ધમાં લગભગ 45 હજાર રશિયન સૈનિકો પણ ઘાયલ થયા છે.

Russia Ukraine War: યુક્રેન સામેના જંગમાં અત્યાર સુધી 15 હજાર રશિયન સૈનિકોના મોત, 45 હજારથી વધુ ધાયલ થયા હોવાનો અમેરિકાનો દાવો
યુક્રેન જંગથી અત્યારસુધીમાં 15 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા
Image Credit source: PTI

Follow us on

Russia Ukraine War : રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલા જંગના અંદાજે 5 મહિનાનો સમય થઈ ગયો છે, આ જંગમાં બંન્ને દેશોને ખુબ નુકસાન થયું છે તેનો રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે. આ વચ્ચે અમેરિકાની ઈન્ટેલીજન્સ (United States) એજન્સીએ યુદ્ધમાં માર્યા ગયા રશિયાના સૌનિકોની સંખ્યા જણાવી છે, અમેરિકાના દાવા અનુસાર યુક્રેન જંગ દરમિયાન અત્યારસુધી રશિયાના અંદાજે 15 હજાર સૌનિકો માર્યા ગયા છે, આ સાથે યુદ્ધમાં અંદાજે 45 હજાર રશિયન સૌનિકો (Russians) ધાયલ થઈ ચૂક્યા છે, આ દાવો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ એટલે કે, સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ્સ બનર્સે બુધવારે કર્યો છે.

સીઆઈએ ડાયરેક્ટરે અમેરિકાના કોલોરાડોમાં દાવો કર્યો કે, યુક્રેનમાં પણ મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે, તેમણે કહ્યું કે, યુક્રેનના લોકોની માર્યા જવાની સંખ્યા રશિયન લોકોની સંખ્યા કરતા ઓછી છે, તમને જણાવી દઈએ કે, વર્ષ ફ્રેબુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયન સૈનિકો અને યુક્રેનના અન્ય શહેરો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ યુક્રેનથી નાસી છુટ્યા હતા.

યુક્રેનની સેનાએ પુલનો નાશ કર્યો

યુક્રેનિયન સૈન્યએ રશિયન-અધિકૃત દક્ષિણ યુક્રેનમાં સપ્લાય માર્ગ માટે મહત્વપૂર્ણ પુલ પર હુમલો કર્યો અને નુકસાન પહોંચાડ્યું. તે જ સમયે યુક્રેનના પૂર્વોત્તર ભાગમાં રશિયા દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 13 વર્ષીય કિશોર સહિત ઘણા નાગરિકો માર્યા ગયા છે. રશિયાના કબજા હેઠળના દક્ષિણ યુક્રેનના ખેરસન ક્ષેત્રમાં મોસ્કો સમર્થિત વહીવટના વડા કિરીલ સ્ટ્રેમોસોવે જણાવ્યું હતું કે ,યુક્રેનિયન દળોએ ડિનીપર નદી પરના પુલ પર મિસાઇલો છોડી હતી, જેમાંથી 11 પુલ પર પડી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

1.4-કિમી-લાંબા પુલને ભારે નુકસાન થયું

ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ તેમને ટાંકીને કહ્યું કે, અંદાજે 1.4-કિમી-લાંબા પુલને ભારે નુકસાન થયું છે, પરંતુ તેને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો નથી. સ્ટ્રેમોસોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈન્યએ યુએસ દ્વારા પૂરા પાડવામાં આવેલા HIMARS મલ્ટી-રોકેટ લોન્ચર્સ સાથે હુમલો કર્યો હતો, જેને રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ક્રિય કરવામાં આવી હતી. બ્રિજને વાહનો માટે બંધ કરવામાં આવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ ગંભીર છે, એમ તેમણે જણાવ્યું હતું.

Next Article