હોર્મુઝ પર ટ્રમ્પની નાકાબંધીના ઉડ્યા લીરેલીરા, ખાર્ગ ટાપુથી તેલ ભરીને નીકળી ગયા ત્રણ ઈરાની ટેન્કર

અમેરિકાએ એક સપ્તાહથી ઈરાનના બંદરો પર નાકાબંધી કરી છે. પરંતુ ઈરાન પર આ નાકાબંધીની કોઈ ખાસ અસર જોવા નથી મળી રહી. સમાચાર છે કે ઈરાનના ત્રણ જહાજ ખાર્ગ ટાપુથી તેલ લઈને હોર્મુઝ પાર કરીને નીકળી પણ ગયા છે.

હોર્મુઝ પર ટ્રમ્પની નાકાબંધીના ઉડ્યા લીરેલીરા, ખાર્ગ ટાપુથી તેલ ભરીને નીકળી ગયા ત્રણ ઈરાની ટેન્કર
| Updated on: Apr 17, 2026 | 7:51 PM

ઈરાને તેના બંદરગાહો પર કરવામાં આવેલી અમેરિકી નાકાબંધીના ધજાગરા ઉડાડી દીધા છે. આ સપ્તાહે જ અમેરિકાએ નાકાબંધી લાગુ કરી હતી અને ખબરો છે કે ઈરાની કાચા તેલથી લદાયેલા ત્રણ ટેન્કરોએ હોર્મુઝ પાર લીધુ છે. આ ત્રણ તેલ ટેન્કર હોર્મુઝ પાર કરી ખાડીમાંથી બહાર નીકળી ગયા છે.
જહા

શિપ-ટ્રેકિંગ ફર્મ, કેપ્લરે શુક્રવારે એએફપીને જણાવ્યું હતું કે આ જહાજો સામૂહિક રીતે કુલ 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ વહન કરે છે. હોર્મુઝ પાર કરીને અખાતમાંથી નીકળેલા ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરોનું નામ ‘ડીપ સી’, ‘સોનિયા I’ અને ‘ડિયોના’છે. નોંધપાત્ર રીતે, આ ત્રણેય ઓઈલ ટેન્કર યુએસ પ્રતિબંધોના દાયરામાં આવે છે.

મેરીટાઇમ ડેટા કંપનીના જણાવ્યા અનુસાર, આ જહાજો ઈરાનના ખાર્ગ ટાપુથી રવાના થયા હતા અને બુધવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. આ જહાજો પર અનુક્રમે 2, 8 અને 9 એપ્રિલે તેલ લોડ કરવામાં આવ્યું હતું.

યુએઈનું તેલ લઈ પાકિસ્તાની ઝંડાવાળા ટેન્કર પણ હોર્મુઝથી નીકળ્યા

પાકિસ્તાની ઝંડાવાળુ ટેન્કર શાલામાર પણ યુએઈથી ક્રૂડ ઓઇલ લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ખાડીમાંથી બહાર નીકળી ગયા છે. કેપ્લર અને LSEG ના શિપિંગ ડેટા અનુસાર, આ અફ્રામેક્સ ટેન્કર ગુરુવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બહાર નીકળ્યું હતું, જેમાં અબુ ધાબીથી આશરે 440,000 બેરલ દાસ બ્લેન્ડ ક્રૂડ હતું.

ડેટા અનુસાર, આ જહાજ 19 એપ્રિલે કરાચી બંદરે તેના કાર્ગો ઉતારવા માટે પહોંચવાનું છે. શાલામાર એ બે પાકિસ્તાની ટેન્કરોમાંથી એક હતું જે રવિવારે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો લોડ કરવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશ્યા હતા. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ બુધવારે જણાવ્યું હતું કે શાલામાર ADNOC ટર્મિનલથી યુએઈનું ક્રૂડ ઓઇલ લોડ કર્યું હતું.

ઈરાની બંદરો પર નાકાબંધી વચ્ચે જહાજની અવરજવર ધીમી પડી

ઈરાની બંદરો પર યુએસ દ્વારા લાદવામાં આવેલી નાકાબંધીને કારણે આ અઠવાડિયે સ્ટ્રેટની અંદર જહાજ ટ્રાફિક ધીમો રહ્યો. ગુરુવારે જારી કરાયેલી એક એડવાઈઝરીમાં, યુએસ નેવીએ જણાવ્યું હતું કે નાકાબંધીનો વ્યાપ વધારીને પ્રતિબંધિત માલ વહન કરતા કાર્ગો જહાજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સાથેજ, ઈરાની પ્રદેશ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા કોઈપણ જહાજને ‘મુલાકાત, બોર્ડ અને સર્ચ’ કામગીરીના અધિકાર હેઠળ અટકાવવામાં આવી શકે છે.

યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે X પર જણાવ્યું હતું કે, 72 કલાકના અમલીકરણ પછી, યુ.એસ. દળોના નિર્દેશ પર નાકાબંધીનું પાલન કરતા 14 જહાજો પાછા ફર્યા.

Published On - 7:37 pm, Fri, 17 April 26

Follow Us