અફઘાનિસ્તાનમાં (Afghanistan) સત્તા સંભાળી ત્યારથી, તાલિબાન તેમની સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવા માટે ઘણી લડત ચલાવી રહ્યા છે. દરમિયાન, એક વાત નોંધવા જેવી છે કે તાલિબાનને સત્તામાં પાછા ફરવા બદલ અભિનંદન આપનાર અલ-કાયદા હજુ પણ મૌન છે. જેથી તાલિબાન સરકારની માન્યતા મેળવવામાં કોઈ અવરોધ ન આવે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. UNSC (United Nations Security Council) એ પોતાના તાજેતરના રિપોર્ટમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદાની ગતિવિધિઓની માહિતી આપી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓસામા બિન લાદેનનો પુત્ર અબ્દલ્લા પણ તાલિબાન સાથે મીટિંગ કરવા માટે ઓક્ટોબરમાં અફઘાનિસ્તાન ગયો હતો. રિપોર્ટ અનુસાર, અલ-કાયદા તેના નેતૃત્વને થયેલા નુકસાન અને મોટા હુમલાઓ કરવાની તેની ઓછી ક્ષમતાની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા પર પ્રતિબંધો લાગુ કરવાના પ્રયાસોના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ મોનિટરિંગ ટીમ વર્ષમાં બે વાર આવા અહેવાલો બનાવે છે. જેમાં આતંકી સંગઠનોને લઈને ઘણા મોટા ખુલાસા થયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AQISનું નેતૃત્વ ઓસામા મહમૂદ અને તેના નાયબ આતિફ યાહ્યા ગૌરી કરી રહ્યા છે. તેની હાજરી ‘અફઘાનિસ્તાનના ગઝની, હેલમંડ, કંદહાર, નિમરુઝ, પક્તિકા અને જાબુલ પ્રાંતોમાં’ છે. જ્યાં જૂથ અશરફ ગનીની પદભ્રષ્ટ સરકાર સામે તાલિબાન સાથે મળીને લડ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંદાજ છે કે AQIS ના 200 થી 400 ફાઇટર છે. જે મુખ્યત્વે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના છે. તાલિબાને વિદેશી આતંકવાદીઓની ગતિવિધિઓને મર્યાદિત કરવા માટે કંઈ કર્યું નથી.
અહેવાલ મુજબ, તાલિબાને ચીન વિરોધી આતંકવાદી જૂથ તુર્કસ્તાન ઈસ્લામિક પાર્ટી (TIP) પર લગામ લગાવવાનું કામ કર્યું છે, જેને ઈસ્ટ તુર્કસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ (ETIM) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નિર્દેશ કરે છે કે વિદેશી આતંકવાદી જૂથો, AQIS થી લઈને ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન (IMU), હાલમાં અફઘાનિસ્તાનમાં તાજેતરના વર્ષો કરતાં વધુ સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છે. તાલિબાને ગયા વર્ષે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો અને પશ્ચિમ સમર્થિત સરકારને તોડી પાડી હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –