રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students) ને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાનું ત્રીજું સી-17 એરક્રાફ્ટ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને પોલેન્ડ (Poland) થી હિંડન એરપોર્ટ (Hindan Airport) પહોંચ્યું હતું. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ તેમની સાથે પ્રાણીઓ પણ લાવ્યા છે. કેટલાક તેમની સાથે પાલતુ કૂતરો લાવ્યા, તો કેટલાક બિલાડી. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થી ઝાહિદે કહ્યું કે, હું યુક્રેનથી મારા મિત્રના કૂતરાને મારી સાથે લાવ્યો છું. ઘણા લોકો જેમની પાસે કૂતરા હતા તેઓ તેમને યુક્રેનમાં છોડી ગયા, પરંતુ હું આ કૂતરાને મારી સાથે પાછો લાવ્યો.
ગૌતમ નામનો અન્ય એક વિદ્યાર્થી પોતાની સાથે એક બિલાડી લઈને ભારત આવ્યો છે. તેણે કહ્યું, આ બિલાડી છેલ્લા 4 મહિનાથી મારી સાથે છે. તે મારી સાથે બંકરમાં પણ રહી છે. અમે સાથે પોલેન્ડ આવ્યા છીએ. ગૌતમ યુક્રેનની રાજધાની કિવથી આવ્યો છે. જે આ સમયે ખૂબ જ અસુરક્ષિત સ્થળ બની ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના દેશના અન્ય મોટા શહેરો પર હુમલો કર્યા બાદ કિવ પર કબજો કરી શકે છે. જેના કારણે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને વિદ્યાર્થીઓને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ પરત ફર્યા ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, માનવીય સંવેદનાઓ હોય છે અને આસક્તિ થાય છે. જેમની સાથે કૂતરા અને બિલાડીઓ આવ્યા છે તે લોકો પણ આવકાર્ય છે. આ વડાપ્રધાનની સંવેદનશીલતા છે કે તેઓ દરેક ક્ષણે કેટલા બાળકો બાકી છે તેના સમાચાર લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રશિયાએ ગુરુવારે યુક્રેન પર પહેલો હુમલો કર્યો હતો. ત્યારથી યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Ukrainian President Volodymyr Zelensky) એ બુધવારે મોડી રાત્રે ટેલિગ્રામ મેસેજિંગ સેવા પર પોસ્ટ કરેલા એક વિડિઓમાં તેમના દેશવાસીઓને સંબોધિત કર્યા. જેમાં તેમણે કહ્યું કે યુક્રેન ‘કાયર’ રશિયાના અભિમાનને તોડવામાં સફળ રહ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે તેમના દેશે એક અઠવાડિયામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઘણા વર્ષોની યોજનાઓને તોડી નાખી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે દરેક કબજેદારને ખબર હોવી જોઈએ કે તેને યુક્રેનના લોકો તરફથી ઉગ્ર બળવો પ્રાપ્ત થશે, જેથી તે હંમેશા યાદ રાખશે કે અમે હાર માનીશું નહીં.
આ પણ વાંચો: Russia Ukraine War: પુતિનના કારણે યુરોપના ઘણા દેશો હવે નાટોમાં જોડાવાનું વિચારી રહ્યા છે