યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે બંકરમાં આશરો લેતી એક બાળકીનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાળકી આશાનું ગીત ગાતી જોવા મળી રહી છે. આ જોઈને સોશિયલ મીડિયાના લોકો ભાવુક થઈ રહ્યા છે અને પુતિન પર ગુસ્સે પણ થઈ રહ્યા છે.
Ad
Ukrainian little girl singing video viral
Follow us on
યુક્રેન અને રશિયા વચ્ચેનું વિનાશક યુદ્ધ (Ukraine Russia War) સતત 12માં દિવસે પણ ચાલુ છે. કિવ પર કબજો કરવા માટે રશિયન સેના સતત બોમ્બ વરસાવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં ચારેબાજુ તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં ટ્વિટર પર બંકરમાં આશરો લેતી છોકરીનો વીડિયો (Little girl video) ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતી આશાનું ગીત ગાતી જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયાના લોકો ભાવુક થઈ રહ્યા છે અને ગુસ્સામાં પણ છે. લોકો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) ટીકા કરી રહ્યા છે અને પૂછે છે કે આ નિર્દોષ લોકોએ તમારું શું બગાડ્યું?
જૂઓ વીડિયો…
Beautiful Ukraine Girl Sings “Let it go” to help calm others in a bomb shelter deserves endless retweets 👍
વાઈરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી અને તેનો પરિવાર રશિયન બોમ્બ ધડાકાથી બચવા માટે બંકરમાં છુપાઈ રહ્યો છે. તેના સિવાય પણ ઘણા લોકો ત્યાં છુપાયેલા જોવા મળે છે. વીડિયોમાં યુવતી ફેમસ ગીત ‘લેટ ઈટ ગો’ (Let it go) ગુંજી રહી છે. તમને જણાવી દઈએ કે આ ગીત એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન’નું છે.
બાળકીનો આ 1 મિનિટ 46 સેકન્ડનો વીડિયો દુનિયાને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો યુક્રેનમાં રહેતા લોકોની સુખાકારી અને યુદ્ધનો વહેલી તકે અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. યુવતીનું નામ એમેલિયા જણાવવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોકોએ રશિયન હુમલાના ડરથી બંકરમાં આશ્રય લીધો છે. તમે નિર્દોષોની બૂમો સાંભળી શકો છો. રસપ્રદ વાત એ છે કે એમેલિયા ‘લેટ ઈટ ગો’ ગાવાનું શરૂ કરે કે તરત જ બાળકો ચૂપ થઈ જાય છે. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે તેને ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે વિશે પણ પૂછ્યું છે. જો કે, ઘણા લોકોએ તેના જવાબમાં લખ્યું છે કે, જ્યારે રશિયા ચારેબાજુ હુમલો કરી રહ્યું છે, ત્યારે બંકરોના સ્થાન વિશે પૂછવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સેંકડો લોકોએ આ અંગે તેમના પ્રતિભાવો આપ્યા છે.