વિશ્વમાં ફરી એકવાર બીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. યુક્રેન (Russia Ukraine Crisis) પર રશિયાના નિર્ણયને કારણે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રશિયાએ પૂર્વ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક (Donetsk Luhansk) શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે. આ બંને જગ્યાઓ રશિયન સમર્થિત અલગતાવાદીઓના નિયંત્રણમાં છે. જેનો તમામ દેશોએ વિરોધ કર્યો હતો. ત્યારે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજદ્વારી ઉકેલ માટે તૈયાર છે.
Ukraine’s security council has approved plans to declare a state of national emergency, in response to the growing threat of a Russian invasion, reports news agency AFP
— ANI (@ANI) February 23, 2022
ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાનો ખતરો હજુ પણ યથાવત છે. નવી સેટેલાઈટ ઈમેજરી બતાવે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયન સેના યુક્રેનની સરહદે વધુ સાધનો અને સૈનિકો એકત્રિત કરી રહી છે. આ નવા વિકાસ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા યુક્રેનની સરકારે હવે સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુકરી દીધી છે. યુક્રેનના ટોચના સુરક્ષા અધિકારીએ રોઈટર્સને જણાવ્યું હતું કે યુક્રેનએ ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશો સિવાયના તમામ યુક્રેનિયન પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ લાદી છે. યુક્રેનના ટોચના સુરક્ષા અધિકારીનું કહેવું છે કે કટોકટીની સ્થિતિ 30 દિવસ સુધી ચાલશે અને તેને વધુ 30 દિવસ સુધી લંબાવી શકાય છે.
એએફપી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ યુક્રેનની સુરક્ષા પરિષદે રશિયન હુમલાના વધતા જતા જોખમના જવાબમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરવાની યોજનાને મંજૂરી આપી છે. તે જ સમયે, યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશો યુક્રેનમાં તેમની ક્રિયાઓ માટે રશિયન અધિકારીઓ પર પ્રારંભિક પ્રતિબંધો લાદવા માટે સંમત થયા છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિનાન્સે આ જાણકારી આપી.
EUના વિદેશી બાબતોના વડા જોસેપ બોરેલે જણાવ્યું હતું કે મંગળવારે પ્રતિબંધોને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આનાથી રશિયાને મોટું નુકસાન થશે. બોરેલે જણાવ્યું હતું કે પ્રતિબંધો રશિયન સંસદના નીચલા ગૃહના સભ્યો અને પૂર્વ યુક્રેનમાં બળવાખોરોના કબજામાં રહેલા વિસ્તારોમાં રશિયન સૈનિકોની તૈનાતીની મંજૂરીમાં સામેલ અન્ય લોકોને અસર કરશે.
આ પણ વાંચો: Russia And Ukraine Conflict: રશિયાએ પૂર્વ યુક્રેનને અલગ દેશની આપી માન્યતા, જાણો કેવી રીતે બન્યો અલગ દેશ ?
આ પણ વાંચો: Russia Ukraine Conflict: રશિયા-યૂક્રેન યુદ્ધ સંકટના વચ્ચે જાણી લો શું હોય છે ‘ફોલ્સ ફ્લેગ એટેક’
Published On - 5:25 pm, Wed, 23 February 22