Ukraine Russia Conflict: રશિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે યુક્રેન સંકટ (Ukraine Crisis)ને ઉકેલવા માટે હજુ પણ વાતચીત શક્ય છે. રશિયાએ યુક્રેનની સરહદ નજીક 1,00,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે, જેનાથી આ ક્ષેત્રમાં યુદ્ધની આશંકા વધી છે. રશિયાએ સતત એ વાતનો ઈનકાર કર્યો છે કે તે હુમલાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ યુએસ અને તેના નાટો (NATO) (નોર્થ એટલાન્ટિક સંધિ ઓર્ગેનાઈઝેશન) સહયોગીઓ માને છે કે રશિયા યુદ્ધ (Russia War) તરફ આગળ વધી રહ્યું છે અને તેની તૈયારી કરી રહ્યું છે.
રશિયાએ અનેક માગણીઓ કરી છે, જેનું કહેવું છે કે યુરોપમાં સુરક્ષાની સ્થિતિ સુધરશે. અમેરિકા અને પશ્ચિમી ગઠબંધને બુધવારે મોસ્કોના મુખ્ય મુદ્દાઓ પરની કોઈપણ છૂટછાટોને ભારપૂર્વક નકારી કાઢી હતી. યુ.એસ.એ નાટો (NATO)માં જોડાવા માટે યુક્રેનને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે પૂર્વ યુરોપમાં સૈનિકો અને લશ્કરી સાધનોની સાથી તૈનાતીના મુદ્દા પર કોઈ વાતચીત થશે નહીં. જો કે, તણાવ ઘટાડવા માટે યુએસએ એવા ક્ષેત્રોની રૂપરેખા આપી છે, જ્યાં રશિયાની કેટલીક ચિંતાઓને દૂર કરી શકાય છે.
યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું “વધારામાં કોઈ ફેરફાર નથી, ના કોઈ ફેરફાર થશે નહીં. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય)ના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે યુએસ પ્રતિસાદ અને નાટોના સમાન પ્રતિસાદ પછી “આશાવાદ માટે થોડી જગ્યા છે.”
તેમણે કહ્યું કે “વાતચીત ચાલુ રાખવાની સંભાવનાઓ રહે છે, તે આપણા અને અમેરિકનો બંનેના હિતમાં છે, ગંભીર વાટાઘાટો શરૂ થઈ શકે છે’ (Ukraine Russia Issue).પરંતુ તે ભારપૂર્વક જણાવે છે કે “યુએસ પ્રતિસાદ દસ્તાવેજમાં રશિયાની મુખ્ય માંગણીઓ માટે સકારાત્મક પ્રતિસાદ નથી.
રશિયાની મુખ્ય માંગણીઓમાં નાટોના વિસ્તરણને રોકવા અને આ ક્ષેત્રમાંથી આવા શસ્ત્રો દૂર કરવા છે, જે રશિયાને ખતરો બની શકે. લાવરોવે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકાના પ્રતિસાદ બાદ ટોચના અધિકારીઓ હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ને તેમની દરખાસ્તો સુપરત કરશે. પેસ્કોવે કહ્યું કે રશિયાનો જવાબ ટૂંક સમયમાં સામે આવશે. પેસ્કોવે એમ પણ કહ્યું કે પુતિન અને યુએસ પ્રમુખ જો બાઈડન નક્કી કરશે કે ગયા મહિને બે વાટાઘાટો પછી તેઓએ બીજી વખત વાતતીત કરવાની જરૂર છે કે કેમ.