ભારત પ્રત્યે યુક્રેનનું બદલાયું વલણ, અમેરિકાને કહીને ભારત પર પ્રતિબંધ લાદવાની કરી રહ્યું છે વાત, જાણો કેમ?

રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે અને યુક્રેન પણ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનના વરિષ્ઠ સાંસદ એલેક્ઝાન્ડર મેરેજકોએ અમેરિકા સમક્ષ ભારત પર પ્રતિબંધો લગાવવાની માંગણી કરી છે.

ભારત પ્રત્યે યુક્રેનનું બદલાયું વલણ, અમેરિકાને કહીને ભારત પર પ્રતિબંધ લાદવાની કરી રહ્યું છે વાત, જાણો કેમ?
અમેરિકા પાસે ભારત પર પ્રતિબંધોની માગ કરી રહ્યું છે યુક્રેન
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 07, 2023 | 5:42 PM

એક સમયે ભારતને સમર્થન આપવા માટે આભાર માનનાર યુક્રેનનો સૂર અચાનક બદલાવા લાગ્યો છે, હવે યુક્રેન અમેરિકાને ભારત પર પ્રતિબંધો લાગાવવાની માંગ કરી રહ્યું છે. યુદ્ધગ્રસ્ત દેશના એક ઉચ્ચ અધિકારીએ આ માંગણી કરી છે. યુક્રેનના વરિષ્ઠ સાંસદ એલેક્ઝાંડર મેરેઝકોએ અમેરિકાને ભારત અને પડોશી દેશ ચીન પર ગૌણ પ્રતિબંધો લાદવાની અપીલ કરી છે.

યુક્રેન શા માટે પ્રતિબંધની માંગ કરી?

યુક્રેનના એલેક્ઝાન્ડર મેરેઝ્કોએ અમેરિકા પાસે માંગ કરી છે કે જો ભારત અને ચીન રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખે તો બંને દેશો પર જલદીથી પ્રતિબંધો લાદવામાં આવે. યુક્રેનની સંસદમાં ફોરેન અફેર્સ કમિટીના વડાએ પણ તાઈવાન સાથે સારા સંબંધોની વાત કરી છે.

રશિયન લશ્કરી મશીનને ભંડોળ આપવાનો આરોપ

એલેક્ઝાન્ડર મેરેઝ્કોએ ભારત અને ચીન પર રશિયન મિલિટરી મશીનને ફંડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે, મેરેઝકોએ કહ્યું છે કે બંને દેશો પર પ્રતિબંધો જરૂરી છે, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો કોઈ અંત નથી, તેમ છતાં ભારત અને ચીન રશિયા પાસેથી તેલ ખરીદીને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે અને તેના લશ્કરી મશીનને પોષણનું કામ કરી રહ્યા છે, આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે ભારત રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને સ્વીકારી રહ્યું નથી.

આ પણ વાચો: Russia Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન યુદ્ધ સમાપ્ત કરવા યુક્રેનનું કરવા માંગે છે વિભાજન, રશિયાને 20 ટકા હિસ્સો આપવા તૈયાર

ઓઇલ રિફાઇનરી દિરહામમાં ચૂકવણી કરે છે

ભારતીય રિફાઇનરીઓ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે રશિયાને દિરહામમાં ચૂકવણી કરી રહી છે, રોઇટર્સે તેના એક અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રિફાઈનરીઓ રશિયન ઓઈલ કંપનીઓને યુએઈના ચલણ દિરહામમાં પણ ચૂકવણી કરી રહી છે.

બેંકો અને નાણાકીય સંસ્થાઓ આ અંગે સાવધાન છે. વાસ્તવમાં, ભારતીય રિફાઇનરીઓ અને કંપનીઓને ચિંતા છે કે જો રશિયન તેલની કિંમત સાત દેશોના જૂથ અને ઓસ્ટ્રેલિયા દ્વારા સ્થાપિત કેમ્પ કરતા વધી જશે, તો તે ડોલરમાં ચૂકવણી કરી શકશે નહીં. તેથી જ વેપારીઓ વિકલ્પો શોધવામાં વ્યસ્ત છે.

ઝેલેન્સ્કીએ આભાર વ્યક્ત કર્યો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઓક્ટોબર મહિનામાં જ પીએમ મોદીની શાંતિ માટેની અપીલ પર ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલા પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી અને યુદ્ધના મધ્યમાં સંભવિત પરમાણુ ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે બાદ ઝેલેન્સકીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો, પરંતુ પુતિન સાથે કોઈપણ વાતચીતની શક્યતાને નકારી કાઢી હતી.