UK Travel Rules: ઇંગ્લેન્ડ જનારા પ્રવાસીઓ સસ્તો LFT કોરોના ટેસ્ટ કરાવી શકશે, ભારત સહીત 100થી વધુ દેશના લોકોને મળશે રાહત

|

Oct 25, 2021 | 7:37 AM

UK Travel Rules: ઇંગ્લેન્ડમાં આવતા પ્રવાસીઓ જેમણે રસીના બંને ડોઝ લીધા હોય તે હવે સસ્તો LFT કોરોના ટેસ્ટ કરાવી શકે છે. 100થી વધુ દેશોના પ્રવાસીઓને આ નવા નિયમનો લાભ મળશે.

UK Travel Rules: ઇંગ્લેન્ડ જનારા પ્રવાસીઓ સસ્તો LFT કોરોના ટેસ્ટ કરાવી શકશે, ભારત સહીત 100થી વધુ દેશના લોકોને મળશે રાહત
File photo

Follow us on

England Coronavirus Cheap Covid-19 Test: બધા દેશમાં કોરોના ટેસ્ટના(Corona Taste) નિયમ અલગ-અલગ છે. જેમાં ઇંગ્લેન્ડનો પણ સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડએ જે દેશોને મુસાફરી પ્રતિબંધ યાદીમાંથી બાકાત કર્યા છે તે દેશના પ્રવાસીઓ કે જેણે રસીના બંને ડોઝ લીધા છે તે પોલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) ટેસ્ટને બદલે COVID-19 માટે લેટરલ ફ્લો ટેસ્ટ (LFT) નો ઉપયોગ કરી શકે છે. આ નવો નિયમ રવિવારથી અમલમાં આવ્યો છે. આ નિયમથી દેશના પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે. બ્રિટનના અન્ય ભાગોમાં પણ સમાન નિયમો લાગુ થવાની અપેક્ષા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લૅન્ડમાં પણ આવનારા અઠવાડિયામાં વેક્સિન લગાવી ચૂકેલા પ્રવાસીઓ માટે LFT નિયમ લાગુ થશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારત સહિત 100 થી વધુ દેશોમાં વેક્સિન લગાનારા પ્રવાસીઓને પણ ઇંગ્લેન્ડમાં સંપૂર્ણ રસીવાળા નિવાસીઓની સમાન ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે પ્રતિબંધિત સૂચિની બહારના દેશોમાંથી ઇંગ્લેન્ડ આવતા પ્રવાસીઓ બીજા દિવસે અથવા તે પહેલાં PCRને બદલે LFTનો ઉપયોગ કરી શકે છે.

બ્રિટનના આરોગ્ય મંત્રીએ ખુશી વ્યક્ત કરી
બ્રિટનના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદેજણાવ્યું હતું કે, ‘મને ખુશી છે કે આજથી ઇંગ્લેન્ડમાં આવનાર યોગ્ય પ્રવાસીઓ જેમની કોરોના રસી લીધી છે છે તેઓ LFTનો લાભ લઈ શકશે. આ ટેસ્ટ ઝડપી પરિણામ આપે છે.’ વધુમાં જણાવ્યું હતું કે, ‘આ નિર્ણયથી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને મજબૂતી મળશે અને લોકો રજાઓનો આનંદ માણવા અહીં પહોંચી શકશે. અમારા અતુલ્ય રસીકરણ કાર્યક્રમને કારણે આ શક્ય બન્યું છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

કોને બીજો ટેસ્ટ કરવાની જરૂર નથી?
બ્રિટનના પરિવહન મંત્રી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, “આગમન પછીના પરીક્ષણના નિયમોમાં ફેરફાર મુસાફરોને વધુ ટૂંકા સમયમાં વધુ વિકલ્પો અને ઝડપી પરિણામ આપશે.” તે રસીકરણ કાર્યક્રમની સફળતાનું પરિણામ છે કે જે આપણે ઉદ્યોગ અને ગ્રાહકોને વેગ આપી શકીએ છીએ. પ્રવાસીઓ કે જેમણે મુસાફરી માટે પહેલેથી જ પીસીઆર કરાવી લીધું છે તેમને બીજા ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

આ પણ વાંચો: Edible Oils Price : તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે ફરીથી રાજ્યોને લખ્યો પત્ર

આ પણ વાંચો :છેલ્લી ઘડીએ કેમ બદલવામાં આવ્યું Salman Khanની ફિલ્મ, ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’નાં ટ્રેલર રિલીઝનું લોકેશન

Next Article