Russia Ukraine War : યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યાથી બ્રિટન નારાજ, રશિયા સામે વધુ કડક પ્રતિબંધો માટે હાકલ

|

Apr 05, 2022 | 6:46 AM

યુક્રેનમાં નાગરિકોની ઈરાદાપૂર્વક હત્યાના પુરાવા સામે આવ્યા બાદ રશિયાને ઘણા દેશોની નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન રશિયાએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પ્રતિબંધ લાદીને પશ્ચિમી દેશોએ તેની સમજ ગુમાવી છે.

Russia Ukraine War : યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યાથી બ્રિટન નારાજ, રશિયા સામે વધુ કડક પ્રતિબંધો માટે હાકલ
British Prime Minister Boris Johnson (File Photo)

Follow us on

યુક્રેનના  (Ukraine) કેટલાક વિસ્તારોની શેરીઓમાં નાગરિકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ બ્રિટન(UK) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Vladimir Putin) શાસન સામે પ્રતિબંધો વધારવા માટે કામ કરી રહ્યું છે. બ્રિટિશ વિદેશ મંત્રી લિઝ ટ્રુસ તેના યુક્રેનિયન સમકક્ષ દિમિત્રો કુલેબા અને પોલેન્ડના વિદેશ મંત્રી જેબિનીવ રાઉને મળવા પોલેન્ડ (Poland) જવા રવાના થયા છે. ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) અને G7 દેશો વચ્ચે આ સપ્તાહના અંતમાં મંત્રણા પહેલા આ મુદ્દે વાતચીત કરવામાં આવી છે.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને(Boris Johnson)  કહ્યું, “ઇરપિન અને બુચામાં નિર્દોષ નાગરિકો સામે રશિયાના હુમલાઓ એ વાતનો પુરાવો છે કે પુતિન અને તેની સેના યુક્રેનમાં યુદ્ધ અપરાધ કરી રહી છે.” વધુમાં તેણે કહ્યું કે, પુતિન ભયાવહ છે તેમનું આક્રમણ નિષ્ફળ રહ્યું છે અને યુક્રેનનો સંકલ્પ મજબૂત છે. અમે અમારા પ્રતિબંધો અને સૈન્ય સમર્થન વધારી રહ્યા છીએ. જમીન પર જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે અમારા માનવતાવાદી સહાય પેકેજને પણ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

જર્મનીએ 40 રશિયન રાજદૂતોને હાંકી કાઢ્યા

ટ્રસએ (Truss) સાથી દેશોને શાંતિ વાટાઘાટોમાં યુક્રેનની સ્થિતિને મજબૂત કરવા માટે રશિયા સામે વધુ કડક પગલાં લેવા હાકલ કરી છે. ટ્રસે કહ્યું, “પુતિને હજુ સુધી એ દર્શાવ્યું નથી કે તે કુટનિતી પ્રત્યે ગંભીર છે.” વાટાઘાટોમાં યુક્રેનને મજબૂત કરવા માટે બ્રિટન અને અમારા સહયોગીઓનું મજબૂત વલણ મહત્વપૂર્ણ છે.બીજી તરફ જર્મનીએ યુક્રેનના બુચામાં થયેલી હત્યાઓને લઈને રશિયાના 40 રાજદૂતોને હાંકી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે સાથી દેશો સાથે રશિયા સામે પ્રતિબંધો લગાવવા તૈયારી કરી રહ્યું છે. . યુક્રેનમાં નાગરિકોની ઈરાદાપૂર્વક હત્યાના પુરાવા સામે આવ્યા બાદ રશિયાને ઘણા દેશો તરફથી નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

યુક્રેનના ઘણા શહેરોમાંથી નાગરિકોના મૃતદેહ મળી આવ્યા

જો રશિયા તેનુ આક્રમણ ચાલુ રાખે, તો કેટલાક પશ્ચિમી નેતાઓએ તેની સામે વધુ પ્રતિબંધો માટે હાકલ કરી છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે રાજધાની કિવની આસપાસના શહેરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. રશિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પ્રતિબંધ મૂકીને પશ્ચિમી દેશોએ બતાવ્યું છે કે તેઓ તેમની સમજ ગુમાવી ચૂક્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે, પુતિન સામેના પ્રતિબંધો ગેરવાજબી છે.

 

 

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો :  જો બાઈડને વ્લાદિમીર પુતિનને ‘ક્રૂર’ કહ્યા, રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવાની આપી ધમકી

આ પણ વાંચો : Pakistan Political Crisis: પૂર્વ ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદ બની શકે છે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન, ઈમરાન ખાને કર્યું નોમિનેટ

Published On - 6:46 am, Tue, 5 April 22

Next Article