ખાલિસ્તાની નેતાએ ભગત સિંહને ‘દેશદ્રોહી’ કહ્યા ! બીજેપી નેતાએ શેર કર્યો Video

બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ પણ તેના ટ્વિટર હેન્ડલ પર આનો એક વીડિયો શેર કર્યો છે.

ખાલિસ્તાની નેતાએ ભગત સિંહને દેશદ્રોહી કહ્યા ! બીજેપી નેતાએ શેર કર્યો Video
| Edited By: | Updated on: Mar 24, 2023 | 4:24 PM

સોશિયલ મીડિયા પર શહીદ ભગત સિંહ વિરૂદ્ધ નિવેદનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ખાલિસ્તાની નેતા અને સમર્થક કથિત રીતે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહને ‘દેશદ્રોહી’ કહેતા જોવા મળે છે. બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ પણ ખાલિસ્તાની સમર્થકનો આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું છે કે ખાલિસ્તાની નેતા ભગત સિંહને ‘દેશદ્રોહી’ કહી રહ્યા છે. બગ્ગાના મતે ભગતસિંહને દેશદ્રોહી કહેનાર ખાલસા દળનો નેતા છે. વીડિયો લંડનનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં 23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન ખાલસા દળના નેતા ગુરચરણ સિંહ ભગત સિંહ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે.

ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે પણ ખાલિસ્તાની નેતાનો વીડિયો શેર કર્યો છે. રાધારમણ દાસે વીડિયોને ચોંકાવનારો ગણાવ્યો અને કહ્યું કે શહીદ ભગત સિંહને દેશદ્રોહી કહેવાની સાથે ખાલિસ્તાની નેતા તેમને બ્રાહ્મણોના પગ ચાટવાનું કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબના ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં લંડનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રવિવારે લંડનમાં ભારતીય દૂતાવાસની સામે સેંકડો ખાલિસ્તાની સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. દૂતાવાસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ થયો હતો. આ પછી ભારતે બ્રિટિશ સરકાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. બે દિવસ બાદ મંગળવારે દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

જુઓ વિવાદીત નિવેદનનો આ વીડિયો

 

અમૃતપાલ સિંહ હજુ ફરાર છે

છેલ્લા એક સપ્તાહથી પંજાબ પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. જોકે પોલીસને હજુ સુધી અમૃતપાલ સિંહ વિશે કોઈ સુરાગ નથી મળ્યો. અત્યાર સુધીમાં સોથી વધુ ખાલિસ્તાની સમર્થકોની પોલીસે ધરપકડ કરી છે. અમૃતપાલ સિંહના ઘણા નજીકના મિત્રો પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.