
Dubai Visa Rules: સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. લાંબા સમય સુધી દુબઈમાં રહેવાનું વિચારી રહ્યા છો અને નોકરી કરવાનો પ્લાન કરી રહેલા લોકો માટે અનેક નિયમો બદલાયા છે. જો તમે દુબઈમાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે આ વાતનું ધ્યાન ખાસ રાખવું પડશે કે. વિઝાના નિયમોમાં શું ફેરફાર થયો છે. હવે યુએઈ દ્વારા કેટલાક નિયમોમાં ઢીલ જોવા મળી રહી છે. ત્યારબાદ દુબઈ જનારા લોકો માટે આ સારી વાત કહી શકાય છે.
દુબઈ દ્વારા કેટલા પ્રકારના વિઝા આપવામાં આવે છે, તમે વિચારી શકશો કે તમારા પ્લાન મુજબ કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ગોલ્ડન વિઝા, ગ્રીન રેસિડેન્સી વિઝા અને ટૂરિસ્ટ વિઝા યુએઈ દ્વારા આપવામાં આવે છે. ગોલ્ડન વિઝા એવા લોકો માટે છે જેઓ લાંબા સમય સુધી દુબઈમાં રહેવા અથવા સ્થાયી થવા માંગે છે. આ વિઝા 10 વર્ષ માટે છે. આ સિવાય ગ્રીન રેસિડેન્સી વિઝા એવા લોકો માટે છે જેઓ થોડા વર્ષો માટે નોકરી માટે દુબઈ જાય છે. આ વિઝા 5 વર્ષ માટે છે. આ સાથે, મુલાકાતીઓ માટે વિઝા છે, જે 90 દિવસ માટે છે.
જો સરળ ભાષામાં સમજીએ તો આ વિઝા નિયોમોથી એ લોકોને ફાયદો થવાનો છે જે લાંબા સમય સુધી દુબઈમાં રહેવા માંગે છે જે લોકો ત્યાં કામ કરવાનું વિચારી રહ્યો છે તે લોકો માટે સારા સમાચાર છે કારણ કે, દુબઈ વિઝા માટે કેટલાક નિયમોમાં છુટ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ક્યાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.