
હવે ભારત અને તુર્કિય વચ્ચે ઘઉંને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. આ કહાની માત્ર વેપારની નથી, આ કહાની કુદરતના કહેર અને માનવીય ભૂલ બંનેની છે. એક એવો દેશ જે આજે તેના 65 વર્ષના ઈતિહાસના સૌથી ભયાનક દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. સ્થિતિ એટલી હદે બદ્દતર બની છે કે આજે તેની 88% જમીન રણપ્રદેશ બનવાની કગાર પર આવી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર પણ ચેતવણી આપી ચુક્યુ છે કે જો આ જ હાલત રહેશે તો 2030 સુધીમાં ત્યાં પાણી ખતમ થઈ જશે.
આજે આ જ તુર્કિય ભારતના ઘઉંના એક-એક દાણા માટે વલખા મારી રહ્યો છે. તુર્કિય આજે મજબુરીમાં ભારતના દરવાજે મદદની આશા સાથે ઉભો છે, પરંતુ ભારતે મદદનો હાથ લંબાવતા પહેલા તેને વર્ષ 2022ની એક કડવી સચ્ચાઈ યાદ અપાવી દીધી છે. આ સચ્ચાઈ જ્યારે તુર્કિયે સમગ્ર દુનિયાની સામે ભારતની પીઠમાં ખંજર નાખવાની કોશિશ કરી હતી. આજે એ જ તુર્કિય ભારતના ઘઉં મેળવવા માટે તલપાપડ બન્યુ છે તેનુ કારણ માત્ર દુષ્કાળ નથી પરંતુ તેની એક મોટી ભૂલ પણ છે.
મોટાભાગના લોકો વિચારે કે તુર્કિય તો ખુદ ઘઉં ઉગાડે છે તો સમસ્યા શું છે. સત્ય એ છે કે તુર્કિય દર વર્ષે લગભગ 20 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરે છે. પરંતુ ત્યાંના લોકો ઘઉં મેંદામાંથી બનેલી વસ્તુઓ એટલી વધારે ખાય છે કે ત્યાં ઘઉંનો જથ્થો ઓછો જ પડે છે. આજ કારણ છે કે તુર્કિયે તેની જરૂરત કરતા 60 થી 65 ઘઉં બહારથી ખરીદવા પડે છે. તેઓ દર વર્ષે અબજો ડૉલર માત્ર ઘઉંની આયાત પાછળ ખર્ચે છે આજ કારણે તુર્કિય દુનિયાનો ચોથો સૌથી મોટો ઘઉંનો ખરીદાર દેશ બની ગયો છે. અત્યાર સુધી તે રશિયા અને યુક્રેન જેવા દેશો પર નિર્ભર હતો પરંતુ યુદ્ધના કારણે ત્યાંથી પણ ઘઉંની સપ્લાય બંધ થઈ ગઈ છે. પરિણામ એ આવ્યુ કે તુર્કિયના કોઠારો ઝડપથી ખાલી થવા લાગ્યા છે. હવે તેની નજર ભારત પર ટકેલી છે. બસ અહીંથી જ ભારતનો રોલ શરૂ થાય છે અને ભારતની ભૂમિકા મહત્વની થઈ જાય છે.
જો ભારતની વાત કરીએ તો ભારત દુનિયાનો બીજો સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ છે. આપણે હંમેશા પહેલા આપણા લોકોની જરૂરતો અને કિંમતો પર ધ્યાન આપીએ છીએ. પરંતુ જ્યારે દુનિયામાં ઘઉંની અછત સર્જાઈ તો ભારતે મદદનો હાથ લંબાવ્યો. વર્ષ 2024માં ભારતે ખાડી દેશોને લાખો ટન ઘઉં મોકલ્યા હતા. ધીમે ધીમે ભારત બીજા એશિયાઈ અને યુરોપીય દેશોને પણ સપ્લાઈ દેવા લાગ્યો હવે સવાલ એ ઉઠે છે કે જ્યારે ભારત સહુની મદદ કરી રહ્યો છે તો તુર્કિયને ઘઉં કેમ નથી આપવામાં આવી રહ્યા? આજ તો મેઈન મુદ્દો? તુર્કિયે આપેલા જુના જખ્મો ભારત હજુ ભૂલ્યુ નથી.
વર્ષ 2022માં ભારત અને તુર્કિયના સંબંધો એકદમ સામાન્ય હતા. તુર્કિયે ખુદ આગળ આવી ભારત સમક્ષ ઘઉંની માગ કરી હતી અને ભારતે પણ મિત્રતા નિભાવતા તેને અંદાજિત 56 હજાર ટન ઘઉંથી ભરેલુ એક જહાજ તુર્કિય મોકલ્યુ હતુ. આ ઘઉંની જાત ડ્યુરમ હતી, જેનો વપરાશ દુનિયાભરના દેશો કરે છે. પરંતુ જેવુ જહાજ તુર્કિયના બંદરે પહોંચ્યુ તો તુર્કિયે તેને લેવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તુ્ર્કિયે ઘઉં ન લેવાનું કારણ આપતા કહ્યુ કે ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ છે. આવુ જ કહીને તમામ જથ્થો પરત મોકલાવી દીધો. આટલુ જ નહીં તુર્કિયે વિશ્વભરમાં એવો અપપ્રચાર શરૂ કરી દીધો કે ભારત પાસેથી ઘઉં ન ખરીદવા એ ખતરનાક છે. આ ભારતની પ્રતિષ્ઠા પર સીધો હુમલો હતો. એક જવાબદાર દેશ આવુ પગલુ ભાગ્યે જ લે છે.
ભારતે પણ ચૂપ રહેવાના બદલે તુરંત તપાસ કરાવી. દેશની સૌથી મોટી લેબમાં ઘઉંની તાપસ કરવામાં આવી તપાસમાં સ્પષ્ટ થયુ કે ઘઉં સંપૂર્ણપણે સુરક્ષિત અને ખાવાલાયક છે. રૂબેલા વાયરસ હ્યુમન બોડીમાં હોય છે ઘઉં જેવી ખેતપેદાશોમાં તેનું હોવુ અશક્ય છે. જે સ્પષ્ટ કરે છે કે તુર્કિયનો આરોપ સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. સૌથી મોટો પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે એ જ પરત કરેલા ઘઉંને ઈજરાયલે ખરીદી લીધા અને કોઈપણ ડર રાખ્યા વિના તેનો ઉપયોગ પણ કર્યો. જો કે ઘઉંની ગુણવત્તામાં કોઈ કમી હતી જ નહીં. પાછળથી વિશ્વને પણ સમજાઈ ગયુ કે તુર્કિયે જાણી જોઈને ભારતને બદનામ કર્યુ.
આ ઘટના બાદ ભારત અને તુર્કિયના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ભરોસો એકવાર તૂટી જાય તો આસાનીથી નથી જોડાતો. સમય ભલે વિતી ગયો પરંતુ ભારત આ અપમાન ભૂલ્યુ નથી. આજે જ્યારે તુર્કિય મોટા સંકટમાં છે. તો એજ જુની ભૂલ તેને નડી રહી છે અને ભારતે પણ હવે તેનાથી અંતર વધાર્યુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે તુર્કિયને ઘઉં આપવાની ના પાડી દીધી છે. સરકારી કારણ ઘરેલુ કિંમતોની જાણવણી આપવામાં આવ્યુ છે. પરંતુ અસલી કારણ તો એ જ વિશ્વાસઘાત છે. કોઈપણ સ્વાભિમાની દેશ પોતાના અપમાનને ભૂલીને મદદ નથી કરતો. ભારતની નીતિમાં પણ આજ સ્પષ્ટતા જોવા મળી છે.
જો કે તુર્કિયની સમસ્યા હાલ માત્ર દુષ્કાળ અને ભારતના ઘઉં પૂરતી સીમિત નથી, તેના ખુદના દેશમાં પણ સ્થિતિ કથળેલી છે. આજ મહિને તુર્કિયના સરકારી અનાજ બોર્ડમાં મોટો કૌભાંડ સામે આવ્યુ. અધિકારીઓ અને કંપનીઓએ ઘઉંની કાળાબજારીના આરોપ લાગ્યા. એકતરફ દેશ સંકટમાં છે ત્યારે સિસ્ટમ અંદરથી સડી રહી છે. હવે સવાલ એ ઉઠે છે કે તુર્કિયના જૂના મિત્રો ક્યા છે? જેઓ હંમેશા મદદ કરવાનો દાવો કરતા હતા? જ્યારે તુર્કિય પર સંકટ વધ્યુ તો તેમણે તેના જુના મિત્રોની તરફ નજર દોડાવી, જેમાંથી એક પાકિસ્તાન પણ છે. પાકિસ્તાનને તે પોતાના ભાઈ જેવો મિત્ર ગણે છે. જોકે સત્ય એ છે કે ખુદ પાકિસ્તાન ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યુ છે. સ્થિતિ એટલી કફોડી છે કે તેને દર મહિને લાખો ટન ઘઉં બહારથી મગાવવા પડે છે. જે ખુદ બીજા પાસે માગતો હોય તે બીજા કોઈની મદદ કેવી રીતે કરી શકે.ત્યારબાદ તુર્કિય અજરબૈજાન પાસે મદદ માગી. તેમની દોસ્તી ઘણી ગાઢ છે પરંતુ તેના સંસાધનો ઘણા સીમિત છે. તે ખુદ એટલો નાનો દેશ છે કે તેની પાસે આટલી વ્યાપક ખેતીની જમીન જ નથી. જે પોતાના લોકો બાદ અન્ય કોઈને ઘઉં આપી શકે.ઈચ્છે તો પણ તેઓ તુર્કિયની મદદ ન કરી શકે.
કતારની વાત કરીએ તો ત્યાં પૈસાની તો કોઈ કમી નથી પરંતુ તેની નીતિઓ અલગ છે. તે અનાજ ઉગાડીને દુનિયાને વેચવાવાળો દેશ નથી તે પોતાના પૈસાથી તેના દેશના લોકો માટે અનાજ જમા કરે છે. પરંતુ પૈસા છે પરંતુ અનાજના ભંડાર નથી. અન્ય ચોંકાવનારી બાબત એ છે કે જે તુર્કિય આજે ઘઉં માટે તરસી રહ્યુ છે , એ જ તુર્કિ સિરિયાને લાખો ટન લોટ વેચી રહ્યુ છે. તેનાથી યુદ્ધગ્રસ્ત સિરિયાની હાલત વધુ કફોડી થઈ ગઈ. તેની વેપાર ખાદ્ય ઘટી ગઈ. આ તુર્કિયની નીતિ પર સવાલ ઉઠાવે છે. ભારતમાં આ વર્ષે 117 મિલિયન ટન ઘઉંના રેકોર્ડબ્રેક ઉત્પાદનનું અનુમાન છે. ભારત નેપાળ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, યુએઈ જેવા અનેક દેશોની મદદ કરી રહ્યુ છે. આજે ભારત જરૂરતમંદ દેશો માટે એક વિશ્વાસુ સપ્લાયર બની ચુક્યુ છે. આ તેની મહેનત અને નીતિનું જ પરિણામ છે. બીજી તરફ તુર્કિયને આ વર્ષે 10 મિલિયન ટન કરતા વધુ ઘઉં આયાત કરવા પડશે. આ આંકડો ગત વર્ષ કરતા લગભગ ત્રણ ગણો વધારે છે. તેના જુના સપ્લાયર યુદ્ધમાં વ્યસ્ત છે અને જે ભારત તેની મદદ કરી શકે તેમ હતુ તેનુ અપમાન કરીને તેણે ખુદ વિશ્વાસઘાત કર્યો છે. આજ તેની હાલ સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. મિત્રતા અને વેપાર વિશ્વાસના આધારે ચાલે છે અને તુર્કિય તો વિશ્વાસ જ તોડી ચુક્યુ છે. દેશનું આત્મસન્માન સૌથી પહેલા આવે છે જે દેશ ષડયંત્ર કરે તેની પર આંખ બંધ કરીને ફરી ભરોસો તો ન જ મુકાય અને ભારતે પણ એ જ કર્યુ.
સૌથી મોટો સબક એ જ છે કે આજે જે દેશ મજબુત છે તેને આવતીકાલે મજબુરીમાં મદદની જરૂર પડી શકે છે સંબંધોમાં સૌથી આવશ્યક ચીજ વિશ્વાસ અને આદર હોય છે. જે સમય આવ્યે દોસ્તી નિભાવે છે તે જ સમય આવ્યે મદદ મેળવે પણ છે.
Published On - 4:15 pm, Mon, 29 December 25