તુર્કી મધ્ય પૂર્વમાં સૌથી સુંદર દેશ છે. કહેવા માટે તે ઇસ્લામિક દેશ છે પરંતુ આધુનિકતાઓથી ભરેલો છે. ઉંચી ઇમારતો સાથે ઐતિહાસિક વારસાને સંભાળતી સંસ્કૃતિ. ભારત અને તુર્કીના સમયમાં અઢી કલાકનો તફાવત છે. લગભગ 4 વાગ્યાની આસપાસ અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. લોકો આરામથી સૂઈ રહ્યા હતા. કોઈને ખબર પણ ન પડી કારણ કે, મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.
રિએક્ટર સ્કેલમાં 7.8ની તીવ્રતાના ભૂકંપે થોડીક સેકન્ડોમાં બધું તબાહ કરી નાખ્યું. બચાવ કામગીરીની વચ્ચે બરફના તોફાને પણ કોઈ કસર બાકી રાખી નથી. જોરદાર વાવાઝોડાને કારણે એજન્સીઓ ઝડપથી કામ કરી શકતી નથી.
આ પણ વાંચો : Earthquake In Turkey: આંખના પલકારામાં જ તુર્કી બરબાદ થઇ ગયું, ભૂકંપના ભયાવહ દ્રશ્યો તમે નહીં જોઇ શકો, જુઓ VIDEO
તુર્કીમાં ભૂકંપના કેન્દ્રની નજીક સ્થિત ગાઝિયાંટેપના રહેવાસીએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઇમારતો ધ્રૂજી રહી હતી. એર્ડેમે કહ્યું કે, મે 40 વર્ષમાં આવું ક્યારેય અનુભવ્યું નથી. તેમનું કહેવું છે કે ભૂકંપ એટલો જોરદાર હતો કે આખી ઈમારત ઝૂલાની જેમ ધ્રૂજી રહી હતી. 3 તીવ્ર આંચકા અનુભવાયા હતા. લોકો ઊંઘમાં હતા. બહાર ખૂબ જ અંધારું હતું.
فيديو يُظهر انهيار بعض الأبنية المُتصدعة نتيجة #الزلزال في مدينة حلب شمال #سوريا. pic.twitter.com/QxYU23FrrM
— Step News Agency – وكالة ستيب الإخبارية (@Step_Agency) February 6, 2023
ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ લોકો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. તરત જ લોકો પોતાની ગાડીઓ બહાર કાઢીને ખુલ્લી જગ્યામાં દોડવા લાગ્યા. કદાચ આખા શહેરમાં એક પણ વ્યક્તિ તેના ઘરમાં રોકાયો ન હતો. દરેક લોકો પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં સેંકડો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 150થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. પહેલા ભૂકંપ અને પછી બરફના તોફાને બચાવકાર્યમાં અડચણ ઉભી કરી છે.
ઈસ્તંબુલ અને અંકારાથી પૂર્વીય તુર્કીની ફ્લાઇટ્સ ઇસ્તંબુલમાં પવન, વરસાદ અને બરફના કારણે અને અંકારામાં ભારે હિમવર્ષાને કારણે રદ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે સરળતાથી પહોંચી શકાતું નથી. પૂર્વી તુર્કીમાં ગાઝિયાંટેપમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. જ્યારે કહરમનમરસમાં વરસાદ પડ્યો છે. લોકો એટલા ડરી ગયા છે કે ડરના કારણે તેઓ ઘરની અંદર નથી જતા. ભારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે તેઓ બહાર અટવાયા છે.