
આ અંડરગ્રાઉન્ડ મકાનોમાં દરેક વ્યવસ્થા છે. અહીં વીજળી અને ટેલિવિઝન પણ છે. ધીમે ધીમે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગ્રામીણોએ તેમના ઘરોના કેટલાક ભાગોને હોટલમાં બદલી નાખ્યા છે. આ હોટલો હવે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે.

અહીં રહેતા મોટાભાગના લોકો પોતાની પંરપરા છોડવા માગતા નથી, પરંતુ કેટલાક એવા છે જે પૈસાના અભાવે આધુનિક મકાન બનાવી શકતા નથી.