કેનેડાની રાજધાની ઓટાવામાં ટ્રક ડ્રાઈવરો (Canada Truck Drivers Protest)નું પ્રદર્શન નિયંત્રણ બહાર થઈ ગયું છે. આ વાત રવિવારે ઓટાવાના મેયરે (Emergency in Ottawa)કહી છે. શહેરને ચારે તરફથી ડ્રાઈવરોએ બંધ કર્યુ છે. ત્યારબાદ ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી. પ્રદર્શનકારીઓ કોવિડ 19 વેક્સિન ફરજિયાત અને કોરોના વાઈરસ પ્રતિબંધો (Coronavirus Restrictions)નો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારી સૌથી પહેલા 29 જાન્યુઆરીએ ઓટાવામાં આવ્યા હતા. જ્યાં તેમને રસ્તા પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ અને પોતાના ટેન્ટ લગાવ્યા. તેનાથી સામાન્ય નાગરિકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે.
શહેર તરફથી જાહેર કરેલા નિવેદન અનુસાર મેયર જિમ વોટસને ઈમરજન્સીની જાહેરાત કરી છે. જેનાથી જાણી શકાય છે કે વિરોધ પ્રદર્શનોના કરાણે સામાન્ય નાગરિકોને સુરક્ષાનું જોખમ છે અને તેના માટે ન્યાયપાલિકા અને સરકારના સમર્થનની જરૂર છે. તેના એક દિવસ પહેલા વોટસને સ્થિતિને નિયંત્રણ બહાર (Protest in Canada)જણાવી હતી. તેમને પણ કહ્યું કે પ્રદર્શન કરનારા લોકોની સંખ્યા એટલી મોટી છે કે તેમની આગળ પોલીસકર્મીઓ ઓછા પડી રહ્યા છે. મેયરે કહ્યું ‘અમારી સંખ્યા ઓછી છે અને અમે લડાઈ હારી રહ્યા છે’ અમારે અમારૂ શહેર પરત જોઈએ.
વોટસને ટ્રક ડ્રાઈવરોને અસંવેદનશીલ ગણાવ્યા છે. કારણ કે પ્રદર્શનકારી સતત વાહનોના હોર્ન અને સાયરન વગાડી રહ્યા છે અને આતશબાજી કરી રહ્યા છે. તે કંઈ પણ કરે છે. તે પ્રદર્શન ઓછુ અને પાર્ટી વધારે કરી રહ્યા છે. કેનેડાની સરકારે આદેશ આપ્યો હતો કે અમેરિકા-કેનેડા સરહદ પર ટ્રેક ડ્રાઈવરોને કોરોના વાઈરસની વેક્સિન લગાવવી ફરજિયાત રહેશે, ત્યારે જ તે સરહદ પાર કરી કેનેડામાં પ્રવેશ કરી શકશે. ત્યારબાદ તેમને વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું. તેના કારણે ટ્રૂડોને જીવ બચાવવા માટે પોતાના પરિવારની સાથે સુરક્ષિત સ્થળ પર જવું પડ્યું.
સ્થાનિક લોકોએ હોર્નના અવાજનો વિરોધ કર્યો છે. તેમને કહ્યું કે પ્રદર્શનકારીઓ તેમને પરેશાન કરી રહ્યા છે, તેમનું અપમાન કરી રહ્યા છે અને તેમના રસ્તાને પણ રોકવામાં આવી રહ્યો છે. ટ્રક ડ્રાઈવરો અને તેમના સમર્થકોનું કહેવું છે કે જ્યાં સુધી ફરજિયાત વેક્સિનનો આદેશ પરત નહીં લેવામાં આવે, ત્યાં સુધી તે પ્રદર્શન ચાલુ રાખશે. પોલીસે રવિવારે પ્રદર્શનકારીઓને ધરણા પર બેસવામાં લોકોની મદદ કરતા રોકવા માટે નવા ઉપાયોની જાહેરાત કરી છે. તેમને કહ્યું ‘પ્રદર્શનકારીઓને સામાન (જેમ કે ગેસ અને જમવાનો બીજો સામાન) આપીને સમર્થન આપવાના પ્રયત્નો કરનારા કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે.’