કેનેડામાં કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી પાકિસ્તાન હેરાન થઈ રહ્યા છે. પાકિસ્તાનથી કેનેડા જઈ રહેલા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના બે ક્રૂ મેમ્બરના ગાયબ થવાની જાણકારી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામાબાદથી ટોરોન્ટો લેન્ડ કર્યા બાદ તરત જ એરલાઈનના બે સીનિયર ક્રૂ મેમ્બર ગાયબ થઈ ગયા છે. ક્રૂ મેમ્બરના અચાનક ગુમ થવાથી એરલાઈન્સમાં ગભરાટનો માહોલ છે.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોનના રિપોર્ટ મુજબ એરલાઈન્સના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે ઈસ્લામાબાદથી ઉડાન ભરેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટના બે વરિષ્ઠ ક્રૂ મેમ્બર ટોરોન્ટોમાં લેન્ડ કર્યા બાદ તરત જ ગાયબ થઈ ગયા હતા. આ બે લોકોના ગુમ થયા બાદ કેનેડામાં પીઆઈએ ક્રૂ મેમ્બર ગુમ થયાની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે કારણ કે ગયા વર્ષે પણ બે ક્રૂ મેમ્બર ગાયબ થયા હતા.
જે બે મેમ્બર્સ ગાયબ થયા હતા તેમની ઓળખ પીઆઈએના સીનિયર ફ્લાઈટ એટેન્ડન્ટ ખાલિદ મહમૂદ અને ફેદા હુસૈન તરીકે થઈ છે. બંને પીઆઈએની ફ્લાઈટ પીકે772 દ્વારા ઈસ્લામાબાદથી કેનેડા પહોંચ્યા હતા. ટોરોન્ટોમાં લેન્ડ કર્યા બાદ બંને ગાયબ થઈ ગયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ શોધખોળ પછી, જ્યારે તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો, ત્યારે વિમાન બે ક્રૂ સભ્યો વિના પરત ફર્યું હતું.
પીઆઈએ ક્રૂ મેમ્બરના ગાયબ થવા પાછળ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ જવાબદાર હોવાનું કહેવાય છે. લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પડી ભાંગી છે જેના કારણે પીઆઈએને તેના ઘણા વિમાનો ગ્રાઉન્ડ કરવા પડ્યા હતા અને કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવામાં તેના કર્મચારીઓ કેનેડામાં રહીને બીજી કંપનીમાં કામ કરવાનું વધુ સારું માની રહ્યા છે.
આ પણ વાંચો: લંડનમાં શીખ કિશોરની ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા, 4 લોકોની ધરપકડ
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો