
Toronto City News: ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા થોડા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે. ગત મહિને કેનેડાની સંસદમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ બંને દેશઓ વચ્ચે તણાવ વધ્યો છે. જેના કારણે કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. આ તણાવ વચ્ચે કેનેડાની પ્રસિદ્ધ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોએ તેમને ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને આશ્વસ્ત કર્યા છે અને વિદ્યાર્થીઓની ભલાઈ માટે સમર્થન કરવાની વાત કહી છે.
ટોરેન્ટો વિશ્વવિદ્યાલયના ઈન્ટરનેશનલ ઉપાધ્યક્ષ પ્રોફેસર જોસેફ વોંગે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે હાલના સમયમાં ટોરેન્ટો યુનિવર્સિટી સાથે જોડાયેલા અનેક સદસ્યો કેનેડા અને ભારત સરકારના સંબંધોને ચિંતાની દૃષ્ટિએ જોઈ રહ્યા છે. બંને વચ્ચે હાલ ગતિરોધ યથાવત છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે યુનિવર્સિટી દ્વારા નિવેદન જાહેર કરી વિદ્યાર્થીઓના સમર્થનની વાત કરવામાં આવી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે ટોરંટો વિશ્વવિદ્યાલયમાં 2400થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના ઘર હોવા અંગે ગૌરવ પણ અનુભવે છે.
તેમણે જણાવ્યુ કે અમે પ્રભાવિત સદસ્યો અને મુખ્ય રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કહેવા માગીએ છીએ કે અમે અહીં આપનું સ્વાગત કરીએ છીએ અને દરેક વિદ્યાર્થીના સમર્થન માટે સંપૂર્ણ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ છીએ. વોગે તેમના નિવેદનમાં જણાવ્યુ કે ટોરેન્ટો યુનિવર્સિટી ભારતમાં તેમની લાંબાગાળાની ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે જે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે વિશ્વસ્તરીય શિક્ષણની તકો પુરી પાડે છે.
તમને જણાવી દઈએ કે, ટ્રુડોના આરોપો બાદ વધી ગયેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, ભારતે કેનેડાને તેના ઘણા રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. આ સાથે જ ભારતે કેનેડામાં તેની વિઝા સેવાઓને આગામી સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોએ વિદ્યાર્થીઓ માટે આ વાત કહી છે.
આ પણ વાંચો: Toronto News: ઠંડીની સિઝન નજીક આવતા જ ટોરેન્ટોની શેરીઓમાં સૂઈ રહેલા શરણાર્થીઓ માટે ઉભી થઈ નવી ચિંતા
ICEF મોનિટર અહેવાલ આપે છે કે ડિસેમ્બર 2022 ના અંતમાં કેનેડામાં 3,20,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. 2022 ના અંત સુધીમાં કેનેડામાં દર દસ વિદેશી વિદ્યાર્થીઓમાંથી ચાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ હતા. ઉપલબ્ધ ડેટા મુજબ, 2022માં, કુલ 226,450 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં શિક્ષણ મેળવવા માટે આવ્યા હતા. આ સિવાય, એરુડેરાના ડેટા અનુસાર, 2022માં 226,450 વિદ્યાર્થીઓ સાથે ભારતમાં કેનેડામાં અભ્યાસ પરમિટ ધારકોની સંખ્યા સૌથી વધુ છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો