Toronto: કેનેડામાં વસતા ભારતીય સમુદાયે ખાલિસ્તાની કટ્ટરવાદી પન્નું સામે કાર્યવાહીની કરી માગ

Toronto: કેનેડામાં ભારતીય સમુદાય તરફથી જસ્ટિન ટ્રુડો સરકારને G7 દેશોમાં ભારતીય રાજદૂતો અને વાણિજ્ય દૂતાવાસને ધમકી આપવા બદલ ખાલિસ્તાન તરફી કટ્ટરવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ અપીલ કરી છે.  કેનેડામાં પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કને એક ઈમેલમાં હિંદુ ફોર્મ કેનેડા એ કહ્યુ કે પન્નુનું નિવેદન હિંદુઓ વિરુદ્ધ નફરત અને હિંસાને સમર્થન આપે છે. 

Toronto: કેનેડામાં વસતા ભારતીય સમુદાયે ખાલિસ્તાની કટ્ટરવાદી પન્નું સામે કાર્યવાહીની કરી માગ
| Edited By: | Updated on: Oct 13, 2023 | 11:13 PM

Toronto: પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ના કાયદાકીય સલાહકાર અને ખાલિસ્તાની સમર્થક આતંકવાદી પન્નુએ આ અઠવાડિયે નવી ધમકીઓ આપી હતી. આ ધમકી એ સમયે સામે આવી હતી જ્યારે સોમવારે મોટી સંખ્યામાં ભારતીયો ટોરોન્ટોના મેલ લાસ્ટમેન સ્ક્વેરમાં ઇઝરાયેલ પર હમાસના હુમલાના વિરોધમાં એક રેલી માટે એકઠા થયા હતા. જેમા ઈઝરાયેલ પર હુમલાની નિંદા કરવામાં આવી હતી. ગુરુવારે કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કને એક ઈમેલમાં હિંદુ ફોરમ કેનેડા (HFC) એ કહ્યું કે પન્નુનું નિવેદન “હિંદુઓ વિરુદ્ધ નફરત અને હિંસાને સમર્થન આપે છે.”

પન્નુની ધમકી સામે તેની સામે પગલા લેવાવા જોઈએ

HFCએ કહ્યું, “આ પ્રકારના નિવેદનોને સહન ન કરવા જોઈએ. અમે કેનેડા સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ, કારણ કે અમે અમારા સમુદાયની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. આવા ભડકાવનારા વીડિયો અને ભાષણો નફરત અને હિંસા માટે ઉશ્કેરે છે.” ફોરમે લેબ્લેંકને કેનેડામાં હિંસા ફેલાવવામા આરોપમાં પન્નું સામે કાર્યવાહીની માગ કરી છે. ગુનાઓના સંબંધમાં પન્નુની તપાસ અને કાર્યવાહી કરવા વિનંતી કરી.

HFC એ પન્નુ પર પ્રતિબંધ મુકવાની કરી માગ

HFCએ કહ્યુ “અમે તમને દૃઢતાથી વિનંતિ કરીએ છીએ કે જો પન્નુ કેનેડિયન નાગરિક ન હોય તો તેના કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાનો વિચાર કરો. જો તે ખરેખર કેનેડિયન નાગરિક છે તો અમે વિનંતિ કરીએ છીએ કે તેની તપાસ કરવામાં આવે અને હિંસા ફેલાવવા બદલ તેની સામે કાર્યવાહી થવી જોઈએ.”

આ પણ વાંચો: હમાસનો અંત હવે હાથવેંતમાં ! 11 લાખ લોકોને ગાઝા છોડવા ઈઝરાયેલનો આદેશ

 

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:12 pm, Fri, 13 October 23