
Toronto: કેનેડામાં હાલ ઠંડીની સિઝન નજીક આવી રહી છે જેને લઈને ફુટપાથ પર રહેતા શરણાર્થીઓની મુશ્કેલી વધશે. આ શરણાર્થીઓએ એક ન્યૂઝ ચેનલના હવાલેથી તેમને આશ્રય સ્થાન આપવાની માગ કરી છે. ટોરેન્ટોમાં શેલ્ટર હોમ વિના ફુટપાથ પર અનેક શરણાર્થીઓ રહે છે. આફ્રિકા અને યુક્રેનથી આવેલા હજારો શરણાર્થીઓ આ પ્રકારે ફુટપાથ પર રહી રહ્યા છે ત્યારે ઠંડીની સિઝન નજીક આવતા તે કેવી રીતે સર્વાઈવ કરશે તેને એક મોટો સવાલ છે.
સિટી ન્યૂઝને જણાવતા નાઈજિરિયન નાગરિક અહેમદ સલ્મીએ જણાવ્યુ કે તે છેલ્લા ત્રણ દિવસથી બહાર સૂઈ રહ્યા છે અને હવે ક્યારે આશ્રય સ્થાનમાં જઈ શકશે કે કેમ તેને લઈને પણ કંઈ જાણતો નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે તેઓએ મને કહ્યુ છે કે તેઓ મારા માટે આશ્રયસ્થાન શોધશે. પરંતુ દિવસના અંતે તેમની પાસે મારા માટે એક જ જવાબ હશે કે હાલ તેમની પાસે કોઈ આશ્રયસ્થાન નથી. અન્ય એક વ્યક્તિએ સિટી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ગરમી અને વરસાદની સિઝનમાં 15 દિવસથી તે ત્યાં હતો.
શરણાર્થીઓને આશ્રયસ્થાન પુરા પાડવામાં મદદ કરનારી એક સંસ્થાના ડાયના ચાન મેકનાલીએ જણાવ્યુ કે તેને હાલ કોઈ આશ્ચર્ય નથી થઈ રહ્યુ. જે દૃશ્યો તેમણે ઉનાળાની શરૂઆતમાં જોયા હતા એ જ પ્રકારની પરિસ્થિતિ ફરી શરૂ થઈ ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે અમે જાણતા જ હતા કે આ પ્રકારની સ્થિતિ ઉભી થશે. કારણ કે હાલ તેમની પાસે કોઈ આશ્રય સ્થાન નથી અને અમારી પાસે સેંકક઼ો લોકો દર અઠવાડિયે આવે છે જેમને આપવા માટે કોઈ જગ્યા નથી.
ટોરેન્ટોમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓ અને શેલ્ટર હોમમાં રહેતા લોકોને ફેડરલ પ્રોગ્રામ્સના નામે હટાવવાનું શરૂ કરવામાં આવ્યુ અને તેના માટે જગ્યાનો હવાલો આપવામાં આવ્યો હતો. શોધનારાઓને તેમની ક્ષમતાવાળી આશ્રય વ્યવસ્થાઓમાંથી દૂર કરવાનુ શરૂ કર્યુ હતુ. તે મહિને રોજેરોજ ઘરવિહોણા લોકોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો હતો. ત્યારથી શરૂ થયેલુ શરણાર્થીઓને હટાવવાનું દબાણ હજુ યથાવત છે. અત્યારે દરેક આશ્રયસ્થાન દીઠ લગભગ 300 લોકોને દૂર કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.
મેયર ઓલિવિયા ચાઉ જણાવે છે કે દરરોજ અમારી પાસે આવતા લોકોમાં મોટાભાગના શરણાર્થીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. અમે 5000 જેટલા શરણાર્થીઓને આશ્રય આપી રહ્યા છીએ અને અમારી પાસે તેમની માટે કોઈ નથી. તેમણે જણાવ્યુ કે ઠંડી વધતા જ સમસ્યા વધુ વિકટ બનશે.ટોરેન્ટોએ મદદ માટે ઓટાવા પર દબાણ કરવાનુ ચાલુ રાખ્યુ છે. સિટીએ જણાવ્યું હતું કે, “અમે જે શોધી રહ્યાં છીએ તે એ છે કે આપણે લોકોને બેઘર લોકોને આશ્રય સ્થાનમાં ખસેડી શકીએ.
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગુરુવારે વોનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટોરોન્ટોની પરિસ્થિતિને “અસ્વીકાર્ય” ગણાવી હતી.
ટ્રુડોએ જણાવ્યુ કે આ એવી સમસ્યા છે જેને અમે વર્ષોથી ગંભીરતાથી લઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આશ્રય શોધનારા લોકો માટે ઈન્ફ્રાસ્ટ્રચર વધારવા માટે સેંકડો મિલિયન ડોલર પ્રાંતો અને મ્યુનિસિપાલિટીને ફાળવ્યા છે. જો કે તેમણે જણાવ્યુ કે અમે જાણીએ છીએ હજુ ઘણુ કરવાનુ બાકી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:36 pm, Sun, 8 October 23