ઈટાલીમાં (Italy) માર્ગ અકસ્માતોને (Road Accident) રોકવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જે લોકો નાઈટક્લબમાં છે અને ત્યાં વધારે પ્રમાણમાં દારૂ પીધો છે તો ચિંતા કરવાની જરૂર નથી. આવા લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડવાની જવાબદારી સરકારની છે. ઈટાલિયન સરકાર મફતમાં ટેક્સી દ્વારા લોકોને તેમના ઘરે લઈ જશે. આ વ્યવસ્થા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવી છે. 6 નાઈટક્લબમાં એક મહિના માટે તે ટ્રાયલ તરીકે શરૂ થશે.
ઈટાલીના પરિવહન મંત્રાલયે કહ્યું છે કે, જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે. પરિવહન મંત્રી સાલ્વિનીએ જણાવ્યું કે, આ યોજના માર્ગ અકસ્માતોને રોકવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રોડ અકસ્માતોને રોકવા માટે દંડ, કાયદા અને નિયમો પૂરતા નથી. આપણે અકસ્માતને રોકવા માટે દરેકને યોજનામાં સામેલ કરવાની જરૂર છે.
પાયલોટ પ્રોજેક્ટ યોજના હેઠળ જે લોકો નશામાં હશે તેઓનું ક્લબમાંથી બહાર નીકળ્યા બાદ પરીક્ષણ કરવામાં આવશે. આ સમય દરમિયાન, જો તેણે મર્યાદા કરતા વધુ દારૂ પીધો છે, તો તેને ટેક્સી દ્વારા તેના ઘરે પહોંચાડવામાં આવશે. તેના માટે જે પણ ખર્ચ થશે તે પરિવહન મંત્રાલય ઉઠાવશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે મેટિયો સાલ્વિનીએ આ જાણકારી આપી છે.
આ પણ વાંચો : US Iran Tension: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! ઈરાન પર ગુસ્સે થયું અમેરિકા, હજારો સૈનિકોની ઉતારી સેના
હાલમાં આ યોજના હેઠળ પુગલિયાથી તુસ્યાની અને વેનીતો વિસ્તારમાં 6 નાઈટક્લબને જોડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ ઈટાલીમાં રોડ અકસ્માતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. ઈટાલીમાં નશામાં ડ્રાઇવિંગની ઘટનાઓ વધી છે, જેના કારણે માર્ગ અકસ્માતોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020ના આંકડા મુજબ યુરોપ અને ઈટાલીમાં દારૂ પીને ડ્રાઈવિંગને કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો