ચીનની એક મહિલાએ જાપાનના ઓકિનાવા પ્રાંતમાં એક દ્વીપ ખરીદયાનો દાવો કર્યો છે. આ ટાપુ ઓકિનાવાના મુખ્ય ટાપુની ઉત્તર દિશામાં સ્થિત છે. તેનો એક ભાગ ટોક્યો સ્થિત કન્સલ્ટિંગ ફર્મની પણ માલિકીનો છે. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ મહિલાની ઉંમર 30ની આસપાસ હોવાનું કહેવાય છે. જે સમયે મહિલાએ આ ટાપુ ખરીદ્યો હતો, તે સમયે તેની ઓળખ જાહેર કરવામાં આવી ન હતી.
ચાઇનીઝ મીડિયાએ મહિલાને ટાંકીને કહ્યું કે, તેના સંબંધી દ્વારા ચલાવવામાં આવતી કંપનીએ યાનાહા આઇલેન્ડ ખરીદ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે જાહેર રેકોર્ડ મુજબ, મહિલા જે કંપની સાથે સંકળાયેલી છે તે ખાંડના વ્યવસાયમાં સંકળાયેલી છે. માહિતી શેર કરતાં, ઓકિનાવાના ઇજેના ગામ કાર્યાલયે જણાવ્યું કે કંપની પાસે કુલ જમીનના લગભગ 50 ટકા છે.
Tina Zhang (张), a 34-year-old 🇨🇳 woman from Qingdao, Shandong province, posted videos on Douyin of her hanging out on Yanaha Island (屋那霸岛) — the biggest uninhabited island in Okinawa — which she claimed she bought in 2020.
Yanaha is just ~60km from 🇺🇸 Kadena Air Base.
1/n pic.twitter.com/tQffSFa08b
— Byron Wan (@Byron_Wan) February 8, 2023
અહેવાલ જણાવે છે કે યાનાહા આઇલેન્ડનો દરિયાકિનારો મોટાભાગે સ્થાનિક સરકાર દ્વારા નિયંત્રિત છે. બાયરોન વાન નામના હેન્ડલ દ્વારા થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં મહિલાનું નામ ટીના ઝાંગ જણાવવામાં આવી રહ્યું છે. તેમની ઉંમર 34 વર્ષની છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તે પહેલીવાર યાનાહા આઇલેન્ડ ખાતે આવી હતી.
જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે, ઈજેના ટાપુની એક મહિલા અન્ય મહિલાને યાનાહા ટાપુ પર બોટ દ્વારા ટ્રીપ પર લઈ ગઈ હતી. યાનાહા અમેરિકાના કડેના એરબેઝથી માત્ર 60 કિલોમીટર દૂર છે.
ઈનાહા ટાપુ ઓકિનાવાનો સૌથી મોટો દ્વીપ છે. મહિલાનો દાવો છે કે તેણે આ ટાપુ વર્ષ 2020માં ખરીદ્યો હતો. ઇજેના આઇલેન્ડની રહેવાસી મહિલાએ કહ્યું કે તે (ચીની મહિલા) ત્યાં ઘણા કલાકો સુધી રહી અને સ્થાનિક વિસ્તારોની તસવીરો અને ફૂટેજ લીધા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં કન્સલ્ટિંગ ફર્મને સંબોધવામાં આવેલ એક દસ્તાવેજ પણ બતાવવામાં આવ્યો છે, જે તેની વેબસાઈટ પર યાનાહા આઈલેન્ડ હસ્તગત કરવાનો દાવો કરે છે.